Site icon Revoi.in

Appleના સૌથી મોટા ફોક્સકોન પ્લાન્ટને 20,000 થી વધુ કર્મચારીઓએ છોડી દીધો

Social Share

ચીન: ચીનમાં એપલના સૌથી મોટા પ્લાન્ટ ફોક્સકોનને લગભગ 20,000 લોકોએ છોડી દીધો છે.  એક અહેવાલ મુજબ, પ્લાન્ટ છોડનારાઓમાં મોટાભાગના  કર્મચારીઓ નવા હતા. આ બાબતે વધુ માહિતી મળી છે કે, આટલી મોટી સંખ્યામાં લોકો દ્વારા આ પ્લાન્ટ છોડવાથી એપલના ઉત્પાદનને અસર થશે. નોંધનીય છે કે, Appleએ નવેમ્બરના અંત સુધીમાં પૂરેપૂરા ઉત્પાદન પર ધ્યાન આપવાનું લક્ષ્ય રાખ્યું હતું. તે જ સમયે, ફોક્સકોને આ મામલે કોઈ પ્રતિક્રિયા આપવાનો ઈન્કાર કરી દીધો છે.

ઉલ્લેખનીય છે કે ગુરુવારે, ફર્મે પ્લાન્ટમાં હિંસક પ્રદર્શનોને પગલે, રાજીનામું આપવા અને પ્લાન્ટ છોડવા માંગતા કામદારોને 10,000 યુઆન ($1,396) ઓફર કરી.

Apple Inc. ઓનલાઈન નોટિસમાં, મુખ્ય ગ્લોબલ પ્રોડક્શન પાર્ટનરે કહ્યું કે, ‘કંપની પોતાના કર્મચારીઓને બે હપ્તામાં ચૂકવણી કરશે. આ રકમ કર્મચારીઓને સરળતાથી ઘરે પહોંચવામાં મદદ કરશે. ઝેંગઝોઉમાં ફોક્સકોનના મુખ્ય પ્લાન્ટમાં 200,000 થી વધુ કામદારો દેશના વિવિધ રાજ્યો અને દૂરના પ્રદેશોમાંથી આવે છે.

મળતી વિગતો મુજબ,  શી જિનપિંગની ઝીરો કોવિડ પોલિસીને કારણે બુધવારે હિંસક વિરોધ પ્રદર્શન થયા હતા. કોવિડ-19 મહામારી સામે લડવા માટે લાદવામાં આવેલા લગભગ એક મહિનાના કડક  પ્રતિબંધો પછી સેંકડો કામદારોની સુરક્ષા કર્મચારીઓ સાથે અથડામણ થઈ અને હિંસક અથડામણ થઈ હતી.

(ફોટો: ફાઈલ)