Site icon Revoi.in

કોરોનાને કારણે રોજગારીને અસર, વિદેશથી 8 લાખથી વધારે લોકો કેરળ ફર્યા પરત

Social Share

દિલ્હીઃ કોરોના મહામારીની અસર સમગ્ર દુનિયામાં લોકોના આરોગ્યની સાથે સામાજીક જીવન ઉપર પણ પડી છે. દરમિયાન કેરમાં ગત મે 2020થી અત્યાર સુધીમાં 8.43 લાખ લોકો કેરળ પરત ફર્યાં છે. જે પૈકી 5.52 લાખની નોકરી જતી રહેતા તેઓ પરત વતન ફર્યા હોવાનું સામે આવ્યું છે.

ભારત સહિત દુનિયાભરમાં કોરોના મહામારીને પગલે મોટી સંખ્યામાં બેરોજગારી ઉભી થવાની સ્થિતિ ઉભી થઈ છે. કેરળમાં નોકરી જતા વિદેશથી પરત ફરેલા 5.52 લાખ પૈકી 1.40 લાખ લોકો માત્ર 30 દિવસના સમયગાળામાં પરત ફર્યાં છે. 2.08 લાખ લોકોના જોબ વિઝા પૂર્ણ થઈ જવા સહિતના કારણોસર પરત ફર્યાં હતા. કેરળમાંથી મોટી સંખ્યામાં લોકો ખાડી દેશોમાં નોકરી માટે જાય છે. તેમજ દર વર્ષે લાખો રૂપિયા કમાવીને ઘરે મોકલે છે. કેરળમાં વર્ષ 2018માં 85 હજાર કરોડ રૂપિયા વિદેશમાં કામ કરતા લોકોએ ઘરે મોકલાવ્યાં હતા. જ્યારે 2020માં આ આંકડો ઘટવાની શકયતા છે. દરમિયાન બ્રિટનથી પરત ફરેલા બે પ્રવાસીઓ કોરોના સંક્રમિત મળી આવ્યાં હતા.

કેરળમાં અત્યાર સુધી કોરોના વાયરસના 7.90 લાખ જેટલા પોઝિટિવ કેસ નોંધાયાં છે. જ્યારે 3200થી વધારે લોકોના મોત થયાં છે. ફરી એકવાર કેરળમાં કોરોના વાયરસના કેસમાં વધારો થયો છે.