Site icon Revoi.in

ભારતમાં 96 ટકા વસ્તીને મળ્યો એક ડોઝ, વેક્સીનના ક્ષેત્રમાં ભારત સુપર પાવર બનવાની નજીક

Social Share

અમદાવાદ: ભારતમાં કોરોનાવાયરસ સામે લોકોએ જોરદાર લડાઈ આપી છે. સરકાર દ્વારા પણ તમામ પ્રયાસ કરવામાં આવ્યા અને મીડિયા રિપોર્ટ અનુસાર દેશમાં અત્યાર સુધીમાં 96 ટકા લોકોને વેક્સિનનો પહેલો ડોઝ મળ્યો છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર)ના ડાયરેક્ટર ડો. બલરામ ભાર્ગવે કહ્યું કે કોરોના વેક્સીન વિકસિત કરવા અને ઉત્પાદન ક્ષેત્રમાં ભારત દુનિયાનું સુપર પાવર બનવાની નજીક છે. જ્યારે 75 ટકાથી વધુ વસ્તીને બે ડોઝ આપવામાં આવી ચુક્યા છે.

આઈસીએમઆરના પ્રમુખે કહ્યું- મોટી સંખ્યામાં દેશના લોકોએ રસીકરણ અભિયાનમાં સામેલ થવાનો ઉત્સાહ દેખાડ્યો, તેનું પરિણામ છે કે કોવિડ મહામારીની ત્રીજી લહેરને રોકવામાં આપણે સફળ રહ્યાં. ત્રીજી લહેરમાં ખુબ ઓછા લોકોને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી. મોટાભાગના લોકો સામાન્ય દવાઓ લઈને સાજા થઈ ગયા હતા

એમઆરએનએ વેક્સીનના મહત્વને સ્પષ્ટ કરતા નીતિ આયોજના સભ્ય ડો. વીકે પોલેસ કહ્યુ કે, આપણે આ પ્રકારની વેક્સીનની જરૂર છે. આ વેક્સીનનું નવું પ્લેટફોર્મ છે. અમે આ પ્લેટફોર્મ પર વેક્સીન વિકસિત થતી જોઈ છે. કોરોના વાયરસને રોકવા માટે આ પ્રકારની વેક્સીન બનાવવામાં આવી છે. દુનિયામાં આ પ્રયોગ સફળ રહ્યો છે. આ વેક્સીન અસરકારક રહી છે.