Site icon Revoi.in

મુલાયમસિંહ યાદવના ભાઈ શિવપાલને ભાજપમાં સામેલ થવાની ઓફર!, ભાજપના સાંસદ શું બોલ્યા?

Social Share

લખનૌ: સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ શિવપાલસિંહ યાદવને ભૂતપૂર્વ કેન્દ્રીય રાજ્ય મંત્રી અને ભાજપના સાંસદ પ્રો. રામશંકર કઠેરિયાએ પાર્ટીની સદસ્યતા ગ્રહણ કરવાની ખુલ્લી ઓફર આપી છે. પ્રો. કઠેરિયાએ બુધવારે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યુ છે કે તેમના તરફથી સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવના કાકા શિવપાલસિંહ યાદવને ભાજપમાં સામેલ થવાની ખુલ્લી ઓફર આપવામાં આવી છે. જો શિવપાલ ભાજપમાં આવે છે, તો તેમનું માત્ર દિલથી સ્વાગત જ નહીં કરવામં આવે, પરંતુ જોરદાર સમ્માન પણ કરવામાં આવશે.

સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવપર ગંભીર આરોપ લગાવતા તેમણે કહ્યુ છે કે મુલાયમસિંહ યાદવે ખૂબ મહેનત અને ત્યાગથી જે સમાજવાદી પાર્ટીને ઉભી કરી છે, તેને તેમના પુત્ર અખિલેશ યાદવે સંપૂર્ણપણે બરબાદ કરી છે અને માટે એક પછી એક કરીને યાદવ વર્ગના નેતા અખિલેશ યાદવને છોડી રહ્યા છે. અખિલેશ યાદવની અંદર નેતૃત્વની કોઈ ક્ષમતા દેખાય રહી નથી.

તેમણે કહ્યુ છે કે યાદવ સમુદાયમાં ખાસો આક્રોશ એટલા માટે દેખાય રહ્યો છે કે સમાજવાદી પાર્ટી તરફથી માત્ર સૈફઈના અને પરિવારના જ યાદવોને ટિકિટ આપવામાં આવી છે.  માટે સતત પાર્ટીમાંથી એક પછી એક યાદવ નેતાઓ અલગ થઈ રહ્યા છે. આ પરિસ્થિતિ એ દર્શાવી રહી છે કે સમાજવાદી કુનબામાં ખાસો અસંતોષ જોવા મળી રહ્યો છે. શિવપાલસિંહ યાદવ અને અખિલેશ યાદવ એક થઈ ગયા હોય, પણ દિલથી એક થયા નથી.

શિવપાલસિંહ યાદવ બદાયૂં બેઠક પરથી પોતાના પુત્ર આદિત્ય યાદવને ચૂંટણી મેદાનમાં ઉતારવા હોવાને લઈને કરાયેલા સવાલના જવાબમાં કઠેરિયાએ કહ્યુ કે હકીકતમાં બદાયૂં બેઠક પરથી શિવપાલસિંહ યાદવ ખરાબ રીતે હારી રહ્યા ચે અને માટે પોતાની ઈજ્જતને બચાવવા માટે પોતાના પુત્ર આદિત્ય યાદવને ચૂંટણી મેદાનમાં ઉતારી રહ્યા છે.

પ્રોફેસર કઠેરિયાએ સમાજવાદીપાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ રામગોપાલ યાદવને પણ આડે હાથ લેતા ક્યુ છે કે તેઓ પોતાના પુત્ર અક્ષય યાદવને ફિરોઝાબાદ બેઠકપરથી ચૂંટણી મેદાનમાં જીતાડવા માટે માત્ર આ બેઠક પર જ ચૂંટણી પ્રચાર કરવામાં લાગેલા છે. આ વાત સૌને ખબર છે કે ફિરોઝાબાદ બેઠકનો શું મિજાજ છે. ફિરોજાબાદ બેઠક પર ભાજપ કોપણ ભોગે રેકોર્ડ મતોથી જીત પ્રાપ્ત કરશે.