Site icon Revoi.in

મુંબઈ ટેસ્ટઃ ન્યૂઝીલેન્ડ સામે પ્રથમ દિવસે ભારતે 4 વિકેટ ગુમાવી બનાવ્યાં 221 રન, મયંક અગ્રવાલની સદી

Social Share

મુંબઈઃ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજથી મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં અંતિમ અને બીજી મેચનો પ્રારંભ થયો હતો. ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટીમ ઈન્ડિયાએ પ્રથમ દિવસના અંતે 4 વિકેટ ગુમાવીને 221 રન બનાવ્યાં હતા. ન્યૂઝીલેન્ડ તરફથી સ્પિનર એજાજ પટેલે ચારેય વિકેટ લીધી હતી. મયંક અગ્રવાલ 246 બોલમાં 120 રન ઉપર અને વિકેટકીપર ઋદ્ધિમાન સાહા 25 રન બનાવીને ક્રીઝ ઉપર છે. પ્રથમ દિવસે માત્ર 70 ઓવરની જ રમત થઈ હતી.

ભારતીય ટીમના કેપ્ટ વિરાટ કોહલીએ ટોસ જીતીને પ્રથમ બેટીંગનો નિર્ણય લીધો હતો. કેપ્ટન વિરાટ કોહલી અને ચેતેશ્વર પુજારા ખાતુ ખોલ્યા વગર જ શૂન્ય રને પેવેલિયન પરત ફર્યાં હતા. જ્યારે શુભમન ગિલે 44 અને શ્રેયસ અયૈરે 18 રન બનાવ્યાં હતા. ભારતની ચારેય વિકેટ ન્યૂઝીલેન્ડના સ્પિનર એજાજ પટેલે લીધી હતી. ટીમ ઈન્ડિયાએ 63 ઓવરમાં 200 રનનો સ્કોર પાર કર્યો હતો. તે સમયે મયંક અગ્રવાલ 107 અને સાહા 21 રન ઉપર રમતા હતા. બંને ખેલાડીએ પાંચમી વિકેટ માટે 50 રનની ભાગીદારી કરી હતી. પ્રથમ બેટીંગમાં ઉતરેલી ભારતીય ટીમના મયંક અગ્રવાલ અને શુભમન ગિલે ભારતને ઝડપી શરૂઆત અપાવી હતી. તેમણે 6 ઓવરમાં 25 રન બનાવ્યાં હતા. બંને બેસ્ટમેનોએ પ્રથમ વિકેટ માટે 50થી વધારે રન બનાવ્યાં હતા. ભારતે 25 ઓવરમાં 71 રન બનાવ્યાં હતા. ત્યારે અગ્રવાલ 34 અને ગિલ 34 રન ઉપર બેટીંગ કરતા હતા. ગિલ સારી શરૂઆત થતા અર્ધસદી ચુક્યો હતો. 44 રનના સ્ટોર ઉપર તેણે પટેલની ઓવરમાં રોસ ટેલરને કેચ આપ્યો હતો. ગિલને આઉટ થયા બાદ બીજી વિકેટ પણ જલ્દીથી પડી હતી. પુજારા ક્લિન બોલ્ડ થયો હતો. જ્યારે કોહલી પણ શૂન્ય રન ઉપર આઉટ થઈને પેવિલિયન પરત ફર્યો હતો. 30 ઓવરમાં ભારતીય ટીમે 80 રન બનાવીને 3 વિકેટ ગુમાવી હતી. અગ્રવાલ અને શ્રેયસે ચોથી વિકેટ માટે 50થી વધારે રન બનાવ્યાં હતા.

(Photo-BCCI)