Site icon Revoi.in

મુંબઈઃ ઈડીના કેસમાં સંજય રાઉતના વધુ 4 દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર રાખ્યાં

Social Share

મુંબઈઃ નવી દિલ્હીઃ પાત્રા ચાલ જમીન કૌભાંડ મની લોન્ડરિંગ કેસમાં શિવસેનાના દિગ્ગજ નેતા અને રાજ્યસભા સાંસદ સંજય રાઉતને હજુ સુધી રાહત મળી નથી. કોર્ટના આદેશ પર તેણે 8 ઓગસ્ટ સુધી EDના રિમાન્ડમાં રહેવું પડશે. EDના અધિકારીઓએ રવિવારે રાઉતની ધરપકડ કરી હતી. ઈડીએ ધરપકડ પહેલા રાઉતની લગભગ 6 કલાક પૂછપરછ પણ કરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર શિવસેનાના સાંસદ સંજય રાઉતની પાત્રા ચાલ જમીન કૌભાંડ મની લોન્ડરિંગ કેસમાં મુશ્કેલી વધી છે. ED અધિકારીઓએ તેમના ઘરની તલાશી લીધી હતી અને લગભગ છ કલાકની પૂછપરછ બાદ તેમની ધરપકડ કરી હતી. ઇડી કોર્ટમાં રજૂ કર્યા બાદ તેમને પહેલા 4 ઓગસ્ટ સુધીના રિમાન્ડ પર મોકલવામાં આવ્યા હતા. ગુરુવારે ED અધિકારીઓએ સંજય રાઉતને સ્પેશિયલ કોર્ટમાં રજૂ કર્યો હતો અને પછી તેના રિમાન્ડની માંગણી કરી હતી. કોર્ટના આદેશ પર, રાઉતને ફરીથી 8 ઓગસ્ટ સુધી ED રિમાન્ડ પર મોકલવામાં આવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, જમીન કૌભાંડના કેસમાં ઈડીએ શિવસેનાના સિનિયર નેતા સંજય રાઉતની ધરપકડ કરવામાં આવતા વિપક્ષ દ્વારા સરકાર ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. અગાઉ એપ્રિલમાં EDના અધિકારીઓએ સંજય રાઉતની પત્ની અને નજીકના સંબંધીઓની 11 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી હતી.