Site icon Revoi.in

અમદાવાદમાં મ્યુનિ. સ્કુલ બોર્ડ દ્વારા 10 સ્માર્ટ, 6 મોડેલ અને 7 અંગ્રેજી મીડિયમની શાળાઓ શરૂ કરાશે

Social Share

અમદાવાદઃ શહેરના લોકોમાં હવે ખાનગી શાળાઓમાં પ્રવેશનો ક્રેઝ ઘટતો જાય છે. તેથી આ વર્ષે મ્યુનિ.ની શાળાઓમાં પ્રવેશ લેનારાની સંખ્યામાં વધારો થયો છે. સાથે વાલીઓમાં પણ અંગ્રેજી માધ્યમની શાળાઓ શરૂ કરવાની સ્કુલ બોર્ડ સમક્ષ માગ ઊઠી હતી. શહેરની મ્યુનિ.કોર્પોરેશન હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું 2022-23 માટેનું 887 કરોડનું અંદાજપત્ર રજૂ થયું છે. અંદાજપત્ર પ્રમાણે 10 સ્માર્ટ સ્કૂલ, 7 અંગ્રેજી મીડિયમ સ્કૂલ અને 6 મોડલ સ્કૂલ તૈયાર કરવાનો અંદાજ લગાવાયો છે. આ ઉપરાંત વિવિધ 19 વિસ્તારમાં નવી સરકારી પ્રાથમિક સ્કૂલો શરૂ કરવાનો પ્લાન પણ રજૂ કરાયો છે. આ ઉપરાંત શહેરના ચાર રસ્તાઓ પરના સિગ્નલ ભિક્ષા માગતા નાના બાળકોને મ્યુનિ.વાન દ્વારા શિક્ષણ આપવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો.

અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડે પ્રાયમરી એજ્યુકેશન માટેનું 887 કરોડનું અંદાજપત્ર રજૂ કર્યું  હતું. જેમાં રૂ. 559 કરોડ 11 લાખ સરકારી ગ્રાન્ટ અને રૂ.327 કરોડ 88 લાખ કોર્પોરેશન દ્વારા ગ્રાન્ટ મળશે. આ પ્રમાણે પ્રાથમિક સ્કૂલોના વિકાસ અને વિદ્યાર્થીઓને સારું શિક્ષણ મળી રહે તે માટેની પ્રવૃત્તિ કરાશે. આ સાથે જ બજેટમાં આગામી વર્ષમાં થનારા ખર્ચની જોગવાઇ પણ રજૂ કરાઇ છે. જેમાં શાળા સજ્જતા અને હેરિટેજ અવેરનેસ પ્રોગ્રામ, આદર્શ શાળા અને સાંસ્કૃતિક ધામ યોજના, ગાંધી આશ્રમ શાળા, નવી શાળાની મરામત વગેરેનું પણ પ્લાનિંગ છે.

સૂત્રોએ જણાવ્યું હતિં કે, અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન હસ્તકના સ્કુલ બોર્ડ દ્વારા વર્ષ 2022-23ના વર્ષનું અંદાજપત્ર રજુ કરવામાં આવ્યું હતું .જેમાં શહેરની 10 સ્માર્ટ સ્કૂલ, 7 અંગ્રેજી મીડિયમ સ્કૂલ અને 6 મોડલ સ્કૂલ તૈયાર કરવાનો અંદાજ લગાવાયો છે. આ ઉપરાંત વિવિધ 19 વિસ્તારમાં નવી સરકારી પ્રાથમિક સ્કૂલો શરૂ કરવાનો પ્લાન પણ રજૂ કરાયો છે

સૂત્રોએ ઉમેર્યુ હતુ કે, મ્યુનિ.કોર્પોરેશનમાં સમાવાયેલા નવા વિસ્તારો ઉપરાંત જે વિસ્તારોમાં રહેઠાણોની સંખ્યા વધી છે તેવા વિસ્તારો નક્કી કરીને 19 નવી સ્કૂલો શરૂ થશે. જેમાં વિરાટ નગર, જોધપુર, થલતેજ, ચાંદખેડા, રાણીપ, હંસપુરા, નારણપુરા વિસ્તારનો સમાવેશ થાય છે. વર્ષ – 2020-23 દરમિયાન શિલજ ઉપરાંત નવા નરોડા, થલતેજ, સરસપુર, મેમનગર, એલિસબ્રિજમાં મોડેલ સ્કૂલ તૈયાર કરવાનું આયોજન રજૂ કરાયું છે. હાલમાં આ તમામ સ્કૂલોની કામગીરી ચાલી રહી છે, જે આગામી સમયમાં તૈયાર થશે.