નવી દિલ્હીઃ નાગરિકતા સંશોધન અધિનિયમ (સીએએ) લાગુ થયાના બીજા જ જિવસે મુસ્લિમ સંગઠને સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવ્યાં છે. મંગળવારે ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ (આઈયુએમએલ) અ ડેમોક્રેટિક યુથ ફેડરેશન ઓફ ઈન્ડિયા (ડીવાયએફઆઈ) દ્વારા રજુઆત કરવામાં આવી છે કે, આ કાયદો મુસ્લિમો સાથે ભેદભાવ યુક્ત છે, આ મામલો સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે, જેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની એનડીએ સરકારે આને લાગુ ના કરવો જોઈએ. આઈયુએમએલ દ્વારા સર્વોચ્ચ અદાલતમાં કરાયેલી આ અરજીમાં સીએએને ગેરબંધારણીય ગણાવ્યો હતો. દરમિયાન મુસ્લિમ સંગઠન મારફતે સીએએ સામે સ્ટે લગાવવાની માંગણી કરવામાં આવી છે.
સીએએ કાયદો લાગુ કરાયાં બાદ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી 31મી ડિસેમ્બર 2014 પહેલા ભારત આવનાર બિનમુસ્લિમ પ્રવાસીઓને ભારતીય નાગરિકતા આપવામાં આવશે. મોદી સરકાર ત્રણેય દેશમાંથી પીડિત બિનમુસ્લિમ (હિંદુ, શિખ, જૈન, બૌદ્ધ, પારસી અને ઈસાઈ)ને ભારતીય નાગરિકતા આપવામાં આવશે. જો કે, લોકસભા ચૂંટણી 2024 પૂર્વે સરકારના આ નિર્ણયથી વિપક્ષી પાર્ટીઓએ સરકાર ઉપર આકરા પ્રહાર કર્યાં છે.
સીએએને ડિસેમ્બર 2019માં સંસદમાં પસાર કરવામાં આવ્યો હતો. જે બાદ રાષ્ટ્રપતિની મંજુરી બાદ આ મામલે સમગ્ર દેશના વિવિધ શહેરો-નગરોમાં જોરદાર વિરોધ થયો હતો. જેને પગલે કાયદો લાગુ કરવામાં આવ્યો ન હતો, કારણ કે તેના અમલીકરણ માટેના નિયમો હજુ સુધી સૂચિત થવાના હતા, જ્યારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે 27 ડિસેમ્બર, 2023 ના રોજ કહ્યું હતું કે CAAને લાગુ થવાથી કોઈ રોકી શકાશે નહીં, કારણ કે દેશનો કાયદો છે.