1. Home
  2. Tag "caa"

ઉમર ખાલિદ, શરજીલ ઈમામને ફરી લપડાક, જામીન અરજી નામંજૂર

નવી દિલ્હી, 4 જુલાઈ, 2026 – ઉમર ખાલિદ અને શરજીલ ઈમામને ફરીથી કાનૂની લપડાક પડી છે. બંનેની જામીન અરજી અદાલત દ્વારા ફગાવી દેવામાં આવી છે. પ્રારંભિક અહેવાલ અનુસાર, દિલ્હી તોફાન કેસના આરોપીઓ ઉમર ખાલિદ અને શરજીલ ઈમામને જામીન આપવાનો અદાલતે ઈનકાર કરી દીધો છે. કોર્ટે ઉમર ખાલિદ અને શરજીલ ઈમામની જામીન અરજી ફગાવી દીધી છે. […]

ઝાલમુડી મેં ખાધી પણ તીખું ટીએમસીને લાગ્યું, પીએમ મોદીએ TMC ઉપર કર્યાં આકરા પ્રહાર

કોલકાતા, 23 એપ્રિલ 2026: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના 152 બેઠકો પરના મતદાન વચ્ચે રાજકીય પારો ચરમસીમાએ પહોંચ્યો છે. બીજા તબક્કાની 142 બેઠકો માટે પ્રચાર કરવા કૃષ્ણનગર પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી મમતા બેનર્જી પર આકરા પ્રહારો કર્યા હતા. પીએમ મોદીએ કટાક્ષ કરતા કહ્યું હતું કે, “ઝાલમુડી મેં ખાધી છે પણ તેની તીખાશ (ઝાલ) […]

પાકિસ્તાની હિન્દુ શરણઆર્થીઓને નાગરિકતાની સાથે ઘર પણ મળવું જોઈએઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી, 2 ફેબ્રુઆરી 2026: સુપ્રીમ કોર્ટે સોમવારે પાકિસ્તાનથી આવેલા અનુસૂચિત જાતિના હિન્દુ શરણાર્થીઓના હિતમાં એક મોટો અને મહત્વપૂર્ણ આદેશ આપ્યો છે. કોર્ટે કેન્દ્ર સરકારને નિર્દેશ આપતા જણાવ્યું છે કે, પાકિસ્તાનથી પીડિત થઈને આવેલા આ લોકોને માત્ર નાગરિકતા આપવી પૂરતી નથી, પરંતુ સરકાર તેમને ગૌરવપૂર્ણ જીવન જીવવા માટે યોગ્ય ઘર મળે તેની પણ ખાતરી કરે. […]

ગુજરાત: અમિત શાહ 188 વ્યક્તિઓને ભારતીય નાગરિકતા પત્ર એનાયત કરાશે

પડોશી દેશમાંથી આવેલા નાગરિકોને CAA હેઠળ અપાશે નાગરિકતા પત્ર આ પ્રસંગ્રે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રહેશે ઉપસ્થિત અમદાવાદઃ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝન હેઠળ દેશમાં લાગુ કરવામાં આવેલા સિટીઝન એમેડમેન્ટ એક્ટ (CAA) અંતર્ગત અન્ય પડોશી દેશોના હિન્દુ નિર્વાસિતોને ભારતીય નાગરિકતા પત્ર એનાયત કરવા સંદર્ભે આગામી 18મી ઓગસ્ટે અમદાવાદ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની […]

CAA: 21 મે પછી 30 હિન્દુ શરણાર્થીઓને મળશે નાગરિકતા!

નવી દિલ્હીઃ નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA) લાગુ થયા પછી, પાકિસ્તાનથી હિન્દુ શરણાર્થીઓને નાગરિકતા આપવાની પ્રક્રિયા ઝડપી બની છે. વર્ષ 2000માં પાકિસ્તાનથી આવીને ફતેહાબાદમાં સ્થાયી થયેલા 30 હિન્દુઓને 21 મે પછી ભારતીય નાગરિકતા આપવામાં આવશે. ઈન્ટેલિજન્સ બ્યુરો અને રેવન્યુ ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ ફતેહાબાદ પોસ્ટ ઓફિસમાં પાકિસ્તાનથી આવેલા 15 હિન્દુઓના દસ્તાવેજોની ચકાસણી કરી હતી. જેમાં 1988માં પાકિસ્તાનમાં સાંસદ રહેલા […]

CAA હેઠળ 14 લોકોને ભારતીય નાગરિકતાનું પ્રમાણપત્ર એનાયત કરાયાં

નવી દિલ્હીઃ દેશમાં નાગરિકતા સંશોધન કાયદા હેઠળ 14 લોકોને ભારતીય નાગરિકતા આપવામાં આવી છે. વિદેશ મંત્રાલયે બુધવારે આ માહિતી શેર કરી હતી. મંત્રાલયે કહ્યું કે, CAA હેઠળ 14 લોકોને ભારતીય નાગરિકતાનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. નાગરિકતા (સુધારા) નિયમો, 2024 ની સૂચના જારી થયા પછી પ્રથમ વખત નાગરિકતા પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય ગૃહ સચિવ […]

પૂર્ણ બહુમતી તો મળી ગઇ છે, હવે આગળ 400 પારની લડાઇ છેઃ અમિત શાહ

નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મંગળવારે દાવો કર્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ચાર તબક્કાની ચૂંટણી બાદ લોકસભામાં પૂર્ણ બહુમતી મળી ગઈ છે. “લોકસભા ચૂંટણીના ચાર તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે, 380 બેઠકો પર મતદાન થયું છે જેમાંથી ભાજપને 280 બેઠકો મળી ગઈ છે અને હવે આગળ 400 પારની લડાઈ છે. ઉલ્લેખનીય […]

CAA અને પોપ્યુલર ફ્રંટ ઓફ ઇન્ડિયા મામલે પ્રતિસાદ ન આપવાને લઇ ઉદ્ધવ પર અમિત શાહના પ્રહાર

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ફરી એકવાર ઉદ્ધવ ઠાકરેને ઘેર્યા છે. અમિત શાહે શુક્રવારે શિવસેના (UBT)ના વડા ઉદ્ધવ ઠાકરે પર નાગરિકતા સંશોધન અધિનિયમ CAA લાગુ કરવા અને પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા (PFI) પરના પ્રતિબંધને લગતા મુદ્દાઓ પર વોટ બેંકની રાજનીતિને કારણે “પ્રતિસાદ ન આપવા” માટે આકરા પ્રહારો કર્યા. ” હું ઉદ્ધવ ઠાકરેને પૂછવા માંગુ છું… અમિત […]

CAA ભારતનો આંતરિક મામલો, ભાષણની જરૂર નથી: અમેરિકાને ભારતીય વિદેશ મંત્રાલયની સીધી વાત

નવી દિલ્હી: ભારતમાં નાગરિકાત સંશોધન કાયદો એટલે કે સીએએને લઈને અમેરિકાની ટીપ્પણી પર વિદેશ મંત્રાલયે આકરી પ્રતિક્રિયા આપી છે. ભારતીય વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કહ્યું છે કે સીએએને લઈને અમેરિકા તરફથી આવેલી પ્રતિક્રિયા બિનજરૂરી અને અડધી-અધૂરી જાણકારીથી પ્રેરીત છે. આ કાયદો નાગરિકતા આપવા સાથે જોડાયેલો છે, નાગરિકતાને છીનવવા સાથે નહીં. ભારતનું બંધારણ તેના દરિકે નાગરિકને ધાર્મિક […]

વિભાજન સમયે કોંગ્રેસ નેતાઓએ વિખૂટા પડેલા લોકોને આપેલુ વચન મોદી સરકારે નિભાવ્યું: અમિત શાહ

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાંથી હિજરત કરીને દેશના અલગ અલગ ખૂણે વસેલા હિંદુ શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપતો કાયદો એટલે કે CAA પર નિવેદન આપતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે આ કાયદાથી કોઇની નાગરિકતા છીનવાશે નહી, આથી કોઇએ ડરવાની જરૂર નથી. એ તમામ લોકો કે જેમણે 15 ઓગસ્ટ 1947થી 31 ડિસેમ્બર 2014 સુધીમાં ભારતમાં પ્રવેશ કર્યો હોય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code