Site icon Revoi.in

મૈસુર એક્સપ્રેસ-વે પ્રોજેક્ટ કર્ણાટકના વિકાસમાં મહત્વનો ફાળો આપશેઃ પીએમ મોદી

Social Share

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા કેટલાક વર્ષોમાં વિકાસ થયો છે. એરપોર્ટ, રેલવે સ્ટેશન સહિત પરિવહનની સેવામાં નોંધપાત્ર વધારો થયો છે, જેથી લોકો માટે ટ્રાન્સપોર્ટ સુવિધા સરળ બની છે. કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર દેશમાં નવા માર્ગો બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. દરમિયાન બેંગલુરુ-મૈસુર એક્સપ્રેસ વે પ્રોજેક્ટ હાથ ધરાયો હતો. જેને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, આ એક મહત્વપૂર્ણ કનેક્ટિવિટી પ્રોજેક્ટ કર્ણાટકના વિકાસના માર્ગમાં મહત્વનો ફાળો આપશે.

વડાપ્રધાન મોદી કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીના ટ્વીટ થ્રેડનો જવાબ E આપ્યો હતો. મંત્રીએ માહિતી આપી હતી કે બેંગલુરુ મૈસુર એક્સપ્રેસવે પ્રોજેક્ટના નિર્માણનો હેતુ શ્રીરંગપટના, કુર્ગ, ઉટી અને કેરળ જેવા પ્રદેશોમાં સુલભતા સુધારવાનો છે. તેમની પ્રવાસન ક્ષમતાને વેગ આપે છે. કેન્દ્રીય મંત્રીએ એ પણ માહિતી આપી હતી કે ઉપરોક્ત પ્રોજેક્ટ NH-275ના એક ભાગને સમાવે છે, જેમાં ચાર રેલ ઓવરબ્રિજ, નવ નોંધપાત્ર પુલ, 40 નાના પુલ અને 89 અંડરપાસ અને ઓવરપાસનો વિકાસ પણ સામેલ છે. નીતિન ગડકરીના ટ્વીટના જવાબમાં વ઼ડાપ્રદાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું હતું કે, “એક મહત્વપૂર્ણ કનેક્ટિવિટી પ્રોજેક્ટ જે કર્ણાટકના વિકાસના માર્ગમાં ફાળો આપશે.”