Site icon Revoi.in

નડિયાદઃ લતા મંગેશકરની સ્મૃતિમાં સ્વરાંજલિ કાર્યક્રમનું આયોજન

Social Share

અમદાવાદઃ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સાક્ષરનગરી નડીયાદમાં તા. 30મી માર્ચના રોજ ગુજરાત રાજ્ય સંગત નાટક અકાદમી-ગાંધીનગરના આર્થિક સહયોગથી અને મહાગુજરાત મેડિકલ સોસાયટી નડીયાદના યજમાન પદે દધીચિ ઠાકર તથા વૃંદ દ્વારા સ્વરસામ્રાજ્ઞી ભારતરત્ન લતા મંગેશકરજીને સ્વરાંજલિ આપતો “તુમ મેઝે યુ ભુલા ના પાઓગે”નું આયોજન કરવામાં આવ્યું છે.

ભારતરત્ન લતા મંગેશકરજીને સ્વરાંજલિ આપતો કાર્યક્રમ તા. 30 માર્ચના રોજ રાતના 8.30 કલાકે નડીયાદના કોલેજ રોડ ઉપર દિનશા પટેલ કોલેજ ઓફ નર્સિંગ કેમ્પસમાં આવેલા કુંદનબહેન દિનશા પટેલ ઓડિટોરિયમમાં યોજાશે. આ પ્રસંગ્રે ખેડાના કલેકટર કે.એલ.બચાણી, વડોદરાના સાંસદ જયાબહેન ઠક્કર, ભાજપના પ્રવકતા ભરત પંડ્યા અને મહાગુજરાત મેડિકલ સોસાયટી, નડીયાદના ચેરમેન ભાસ્કરભાઈ દેસાઈ વિશેષ ઉપસ્થિત રહેશે. સ્વર તર્પણ નિરવ વૈદ્ય, રન્ના વોરા, તાલ તર્પણ નીલ વ્યાસ, મીહિર પંડ્યા, જિજ્ઞેશ તપોધન અને કીર્તન ધારેખાન અને શબ્દ તર્પણ દધીચિ ઠાકર કરશે. આ કાર્યક્રમમાં પંજકકુમાર દેસાઈ અને ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના સભ્ય સચિવ પી.જી.પટેલ પણ ઉપસ્થિત રહેશે. મા સરસ્વતીના સ્વરદૂત ભારતરત્ન લતા મંગેશકરજીની સ્મૃતિમાં આયોજીત આ કાર્યક્રમમાં કલાકારો લતાજીને સ્વરાંજલિ આપશે અને તેમની સાથેના મધુર સંસ્મરણો વાગોળવામાં આવશે.