Site icon Revoi.in

નરેન્દ્ર મોદી નવી વસ્તુઓ સહજતાથી સ્વિકારવામાં માને છેઃ પ્રદીપ નરવાણી

Social Share

અમદાવાદઃ નરેન્દ્ર મોદીની યાદ શક્તિ એકદમ શાર્પ છે અને તેઓ નવી વસ્તુઓને સહજતાથી સ્વિકારવામાં માને છે એટલું જ નહીં તેઓ ઝડપથી સામેની વ્યક્તિ સાથે કનેક્ટ થઈ જાય છે. તેમ નરેન્દ્ર મોદીને નજીકથી ઓળખતા પ્રદીપ નરવાણીએ જણાવ્યું હતું.

અમદાવાદના પ્રદીપ નરવાણીએ જણાવ્યું હતું કે, વર્ષો પહેલા મારા એક મિત્ર ઓમપ્રકાશ શર્માજી સાથે બોપાલ નજીક સંસ્કારધામમાં વાર્ષિક કાર્યક્રમમાં ગયો હતો. આ કાર્યક્રમમાં નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત રહ્યાં હતા. ઓમપ્રકાશ શર્માજી મૂળ હરિયાણા હતા અને વર્ષો પહેલા નરેન્દ્ર મોદીને મળ્યાં હતા. આ કાર્યક્રમમાં ઓમપ્રકાશ શર્માજીને જોઈને તેઓ તરત જ ઓળખી ગયા હતા અને કહ્યું હતું કે, હાલ તમારા હરિયાણાથી જ આવ્યો છે. તે વખતે નરેન્દ્ર મોદી હરિયાણા-પંજાબના સંગઠન મંત્રી તરીકે કામ કરતા હતા. નરેન્દ્ર મોદીએ એકાદવાર કહ્યું હતું કે, જો કલ્પના જ કરવી હોય તો રોટલો-મીઠાની કેમ કરવી જોઈએ, કોઈ સારી અને મોટી વસ્તુની કલ્પના કરવી જોઈએ, જેથી આપણને તે પૂર્ણ કરવામાં સફળતા મળશે.

તેમણે અમને કહ્યું હતું કે, નરેન્દ્રભાઈએ એક દિવસ પરિચીતના ત્યાં ફોન કર્યો હતો તે સમયે સામેથી બાળકે ફોન ઉપાડ્યો હતો, નરેન્દ્ર મોદીએ કહ્યું કે, શું ચાલે છે ત્યારે બાળકે કહ્યું કે, શ્વાસો-શ્વાસની ક્રિયા ચાલે છે, બાળકની વાત સાંભળીને નરેન્દ્ર મોદી પણ હસી પડ્યાં હતા. આ મુદ્દાને યાદ કરીને તેમણે અમને કહ્યું હતું કે, કોઈ પણ વસ્તુ નવી હોય તો સહજતાથી સ્વિકારવી જોઈએ.