Site icon Revoi.in

5G નહીં પણ હવે 6G માટે તૈયાર રહો, 5G કરતાં 50 ગણી વધારે ઝડપ ધરાવે છે

Social Share

નવી દિલ્હી: આજના સુપરફાસ્ટ જમાનામાં લોકોને સુપરફાસ્ટ સ્માર્ટફોનની હરહંમેશ જરૂરિયાત રહે છે. સુપરફાસ્ટ ફોનથી આજે દરેક વ્યક્તિ ખૂબ જ ફાસ્ટ રીતે કામ કરવા માંગે છે. અત્યારે તો ભારતમાં 4G નેટવર્ક ચાલી રહ્યું છે. હજું 5G નેટવર્ક ભારતમાં શરૂ થયું નથી. જો કે તે પહેલા તો ભારતમાં 5G સ્માર્ટફોન્સ મળવા લાગ્યા છે. જો કે અહીંયા તેના કરતા પણ રોમાંચિત કરે તેવી વાત એ છે કે 6Gનું ટ્રાયલ શરૂ કરવામાં આવ્યું છે.

ડિજીટલ ઇન્ડિયાની નેમ સાથે સતત પ્રયાસરત કેન્દ્ર સરકાર મોબાઇલ નેટવર્ક તેમજ ઇન્ટરનેટ સુવિધાને વધુ મજબૂત અને ઉત્કૃષ્ટ બનાવવા માટે 6G નેટવર્કનું ટ્રાયલ શરૂ કરવાની યોજના ધરાવે છે. આ માટેન જવાબદારી દૂરસંચાર વિભાગે ટેલિકોમ રિસર્ચ કંપની સી-ડોટને સોંપી છે. વિભાગે સી-ડોટ કંપનીને તેને લઇને તમામ ટેકનિકલ સંભાવનાઓ પર કામ કરવા કહ્યું છે.

એક રિપોર્ટ અનુસાર, 6G નેટવર્કમાં ઇન્ટરનેટની સ્પીડ 5G કરતા પણ 50 ગણી વધુ ઝડપી હોય શકે છે. એક અનુમાન અનુસાર, વિશ્વમાં 6G નેટવર્ક 2028-30 સુધીમાં આવી શકે છે. ભારતમાં હાલ 5G નેટવર્ક પર ટ્રાયલ ચાલી રહ્યું છે અને તેનું લોન્ચિંગ કરવાનું બાકી છે.

ભારતમાં હજુ 5G ટેક્નોલોજીનો પ્રવેશ થયો નથી ત્યાં સરકાર 6G ટ્રાયલ માટે કેમ પ્રયાસરત છે તેને લઇને ઉપભોક્તાઓના મનમાં સવાલ થયો છે. તેનું કારણ એ છે કે અત્યારે જ્યારે બીજા દેશોમાં 6Gની ટ્રાયલ ચાલી રહી છે ત્યારે ભારત હવે આ દિશામા પાછળ ના રહી જાય અને સ્પર્ધામાં આગળ રહે તે માટે પ્રયાસરત છે.