Site icon Revoi.in

કોવિશીલ્ડના બંને ડોઝ લીધેલા લોકોમાં 7 મહિના બાદ પણ 90% એન્ટીબોડીઝ જોવા મળી: અધ્યયન

Social Share

નવી દિલ્હી: કોવિડ સામે રક્ષણ આપતા કોવેક્સિન અને કોવિશિલ્ડની વેક્સિનની અસરકારકતાને લઇને અનેક રિસર્ચ થતા હોય છે ત્યારે તાજેતરના એક અભ્યાસમાં કોવિશીલ્ડના બંને ડોઝ 3 થી 7 મહિના બાદ પણ કોવિડ-19ની સામે ઉચ્ચ સ્તરની સુરક્ષા આપતા હોવાનું જાણવા મળ્યું છે. રિસર્ચ અનુસાર લોકોમાં 90 ટકા એન્ટીબોડીઝ મળ્યા છે. પૂણેની બીજે સરકારી મેડિકલ કોલેજ અને સસૂન હોસ્પિટલા સંયુક્ત રિપોર્ટમાં આ જાણકારી પ્રાપ્ત થઇ છે.

જે 558 આરોગ્ય કર્મચારીઓએ કોવિડ વેક્સિનના બંને ડોઝ લીધા છે તેમનામાં એન્ટીબોડીઝનો પ્રસાર 90 ટકાથી વધારે હતો. ડૉ. તાબેએ જણાવ્યું કે, જો કે અમને જાણવા મળ્યું છે કે કોવિડ રસીના બે ડોઝ પછી વધતા અંતર સાથે એન્ટીબોડીઝનો ફેલાવો ઘટ્યો છે. રોગપ્રતિકારક શક્તિનું સ્તર ઊંચુ જઇ રહ્યું હોવાનું જાણવા મળ્યું છે.

અધ્યયન સહભાગીઓમાં એન્ટીબોડી પોઝિટિવિટી 96.77% હતી જે 4 મહિનામાં 100% સુધી વધી ગઈ છે અને પછી શરૂઆતના 2 ડોઝ બાદ 7 મહિનામાં ઘટીને 91.89% થઈ ગઈ છે. ડો. તાંબેએ જણાવ્યું કે, અધ્યયનમાં ભાગ લેનારા 558 લોકોમાં એચસીડબલ્યુમાંથી 94.4% હતા. અભ્યાસના સમયગાળા દરમિયાન કોવિડને નિષ્ક્રિય કરનારાઓ એન્ટીબોડીઝ માટે સકારાત્મક હતા.

અત્રે જણાવવાનું કે, દિલ્હીમાં કરવામાં આવેલા છઠ્ઠા સીરો સર્વેમાં સામેલ 90%થી વધુ લોકોના શરીરમાં કોરોના વિરુદ્ધ એન્ટીબોડીઝ મળી આવ્યા હતા. સરકારને સોંપવામાં આવેલા રિપોર્ટમાં આ જાણકારી સામે આવી છે.