Site icon Revoi.in

આસામ વિધાનસભા ચૂંટણી: બીજેપીએ ઘોષણાપત્રમાં આસામ માટે 10 સંકલ્પ કર્યા જાહેર

Social Share

નવી દિલ્હી: આસામમાં વિધાનસભા ચૂંટણી થવા જઇ રહી છે ત્યારે આસામ વિધાનસભા ચૂંટણી માટે બીજેપીએ પોતાનો મેનિફસ્ટો જાહેર કરી દીધો છે. બીજેપી અધ્યક્ષ જે.પી.નડ્ડાએ આસામ માટે બીજેપીનો મેનિફેસ્ટો જાહેર કરતા વાયદો કર્યો કે, રાજ્યમાં NRCમાં સુધાર કરવામાં આવશે અને ત્યારબાદ જ તેને યોગ્ય રીતે લાગૂ કરવામાં આવશે.

બીજેપીનો મેનિફેસ્ટો જાહેર કરતા જેપી નડ્ડાએ કહ્યું હતું કે, પાંચ વર્ષ પહેલા આસામમાં અનેક પડકારો હતો, જેનો સામનો NDAની સરકારે કર્યો છે. આસામને વિકાસના પંથે અગ્રેસર કર્યું છે. આસામમાં NRCને યોગ્ય રીતે લાગૂ કરીશું. સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું પાલન કરીશું. ઘૂસણખોરોની ઓળખ કરાશે.

બીજેપીએ જાહેર કરેલા સંકલ્પપત્રમાં આસામ રાજ્યની જનતા માટે 10 મોટા વાયદાઓ કરવામાં આવ્યા છે.

1. મિશન બ્રહ્મપુત્ર- પૂરની સમસ્યાને રોકવાનો પ્રયાસ કરવામાં આવશે જેથી આસામની જનતાને તેનાથી મુશ્કેલી ન થાય
2. 30 લાખ પરિવારોને અરૂણોદય યોજના હેઠળ દર મહિને 3 હજાર રૂપિયાની આર્થિક મદદ આપવામાં આવશે
3. તમામ નામઘરોને અઢી લાખ રૂપિયાની સહાયતા આપવામાં આવશે, ગેરકાયદેસર નિર્માણને હટાવવામાં આવશે
4. સરકારી સ્કૂલોમાં તમામ બાળકો માટે મફતમાં શિક્ષણ, સ્ટુડન્ટ્સને આઠમા ધોરણ બાદ સાઇકલ આપવાની જાહેરાત
5. આસામમાં યોગ્ય NRC લાગુ કરાશે, સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું પાલન કરાશે. ઘૂસણખોરોની ઓળખ કરવામાં આવશે
6. આસામમાં સીમાંકનની પ્રક્રિયાને આગળ ધપાવવામાં આવશે
7. આત્મનિર્ભર આસામ માટે અભિયાન ચલાવવામાં આવશે. દરેક ક્ષેત્રોને મદદ પૂરી પાડવામાં આવશે અને તેમને પ્રોત્સાહન આપવામાં આવશે
8. આસામને સૌથી ઝડપી જોબ ક્રિએટર રાજ્ય તરીકે સ્થાપિત કરવામાં આવશે. 2 લાખ લોકોને સરકારી ક્ષેત્રમાં નોકરી, 30 માર્ચ 2022 સુધીમાં એક લાખ લોકોને નોકરી આપવામાં આવશે. ખાનગી ક્ષેત્રમાં પણ 8 લાખ નોકરીઓનો વાયદો
9. સ્વામી વિવેકાનંદના નામથી યોજના શરૂ કરવામાં આવશે, જેમાં સ્ટાર્ટઅપ શરૂ કરનારા લોકોને પ્રોત્સાહન આપવામાં આવશે. તેની મદદથી 10 લાખ યુવાઓને રોજગાર આપવાનું લક્ષ્ય
10. તમામને જમીનનો માલિકી હક આપવામાં આવશે, જેથી આસામના સામાન્ય લોકોને મજબૂત કરી શકાય

(સંકેત)