Site icon Revoi.in

રાજ કુંદ્રાને બોમ્બે હાઇકોર્ટમાંથી મળી રાહત, જામીન પર 25 ઑગસ્ટ સુધી સુનાવણી સુરક્ષીત

Social Share

નવી દિલ્હી: પોર્નોગ્રાફી નિર્માણ કેસમાં અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસમેન રાજ કુંદ્રાને બોમ્બે હાઇકોર્ટમાંથી રાહત મળી છે. સાયબર સેલમાં જે કેસમાં તપાસ કરી રહી હતી, તે કેસમાં બોમ્બે હાઇકોર્ટે રાજ કુંદ્રાને વચગાળાની રાહત આપી છે. કોર્ટે જામીનની સુનાવણી 25 ઑગસ્ટ સુધી માટે સુરક્ષિત કરી લીધી છે.

હાલમાં રાજ કુંદ્રા પોર્ન વીડિયો બનાવવા અને તેને સ્ટ્રીમ કરવાના કેસમાં જેલમાં છે. સાયબર સેલનો કેસ આનાથી અલગ છે. આ મામલાની તપાસ ગત વર્ષથી મહારાષ્ટ્ર સાયબર સેલ કરી રહી છે. આ કેસ 2020નો છે. સાયબર સેલે જ FIR નોંધી હતી જેનો કુંદ્રા આરોપી છે.

આ કેસમાં હાટ્શૉટ પણ એક આરોપી છે આ કેસમાં કુંદ્રાએ સેશન કોર્ટમાં એન્ટિસિપેટરી બેલ એપ્લિકેશન ફાઈલ કરી હતી.

મહારાષ્ટ્ર સાયબરે કથિત રીતે અશ્લીલ વીડિયો જોવા માટે એકતા કપૂરના ઓલ્ટ બાલાજી સ્થિત વિભિન્ન ઓવર-ધ-ટોપ પ્લેટફોર્મ અને વેબસાઈટના ડાયરેક્ટર અથવા માલિકો વિરૂદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. પોલીસે કહ્યુ કે એક સામાજિક કાર્યકર્તાની ફરિયાદ પર એફઆઈઆર નોંધવામાં આવી હતી.

મહારાષ્ટ્ર સાઈબર દ્વારા જારી એક નિવેદન અનુસાર, ALT Balaji, Hotshot, Flizmovies, Feneo, Kukoo, Neoflix, Ullu, Hotmasti, Chikooflix, Primeflix, Wetflix  જેવી વેબસાઈટ અને OTT પ્લેટફોર્મ પર અશ્લીલતા અને અશ્લીલ વીડિયો મેળવવામાં આવ્યા હતા.

Exit mobile version