Site icon Revoi.in

કેરળમાં નહીં લાગુ થાય નાગરિકતા સંશોધન કાયદો: કેરળ CM પિનરાયી વિજયન

Social Share

નવી દિલ્હી: CAA મુદ્દે કેરળના મુખ્યમંત્રી પિનરાયી વિજયને કહ્યું હતું , રાજ્યમાં નાગરિકતા સંશોધન કાયદો લાગુ કરવામાં નહીં આવે. વાસ્તવમાં, વર્ચ્યુઅલ ઉદ્વાટન સમારોહ પછી સંબોધન દરમિયાન મુખ્યમંત્રીએ કહ્યું કે, CAA કેરળમાં લાગુ કરવામાં આવશે નહીં. નાગરિકતા સુધારા કાયદા પર ડાબેરી સરકારનું આ સ્ટેન્ડ છે, જે અમે શરૂઆતથી જ સ્પષ્ટ કરી દીધું છે.

 

વિજયને સંબોધનમાં કહ્યું કે, આપણા દેશમાં ધર્મના આધારે ક્યારેય નાગરિકતા નક્કી કરવામાં આવી નથી. અહીં કોઇપણ ધર્મનું હોવું એ નાગરિકતાનો માપદંડ નથી, લોકોને કોઇપણ ધર્મમાં વિશ્વાસ કરવાનો અથવા કોઇપણ ધર્મમાં વિશ્વાસ કર્યા વગર જીવવાનો અધિકાર છે.

 

CAA માટે ભાજપ (BJP) ના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારની ટીકા કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે, “કેન્દ્ર સરકાર નાગરિકતા સુધારો કાયદો લાવી છે જે લોકોને ચોક્કસ ધર્મના આધારે અલગ કરી શકે છે અને તેમની નાગરિકતા પણ છીનવી શકે છે.”

 

મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, ડાબેરી મોરચાએ હંમેશા એવા મુદ્દાઓ પર સ્પષ્ટ અને મજબૂત વલણ અપનાવ્યું છે. અમે સ્પષ્ટપણે કહ્યું છે કે, અમે નાગરિકતા કાયદો લાગુ કરવા માટે તૈયાર નથી. ઘણા લોકોએ અમારી મજાક ઉડાવી અને પૂછ્યું કે એક રાજ્ય કેન્દ્ર દ્વારા પસાર કરાયેલા નિયમનો અમલ કેવી રીતે ના કરી શકે પરંતુ તે સમયે અમે જે સ્ટેન્ડ લીધું હતું તે હજુ પણ તે જ વલણ અપનાવી રહ્યા છે.

 

CAA પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી હિન્દુ, શીખ, જૈન, બૌદ્ધ, પારસી અને ખ્રિસ્તી સમુદાયના પીડિત લઘુમતીઓને ભારતીય નાગરિકત્વ મેળવવા માટે પરવાનગી આપે છે.