Site icon Revoi.in

કોવિડના વધતા કેસ વચ્ચે મહત્વપૂર્ણ નિર્ણય, 28 ફેબ્રુઆરી સુધી કમર્શિયલ ફ્લાઇટ્સ પર પ્રતિબંધ

Social Share

નવી દિલ્હી: દેશમાં કોવિડની ત્રીજી લહેર ચાલી રહી છે. કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. આ વચ્ચે હવે સરકારે મોટો નિર્ણય લીધો છે. કોવિડના રોગચાળાને જોતા કોમર્શિયલ પેસેન્જર ફ્લાઇટ્સ પરના પ્રતિબંધની મુદત વધારવામાં આવી છે.

કોવિડના વધતા કેસને ધ્યાનમાં રાખતા કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય લેતા કોમર્શિયલ પેસેન્જર સર્વિસને 28 ફેબ્રુઆરી, 2022 સુધી લંબાવી દીધી છે. DGCA દ્વારા જાહેર કરવામાં આવેલા આદેશ અનુસાર આ પ્રતિબંધોની અસર કાર્ગો વિમાન પર નહીં પડે તથા DGCAની મંજૂરી સાથે ઉડતા વિમાનો પર પણ તેની અસર પડશે નહીં.

અગાઉ 31 જાન્યુઆરી સુધી આ પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. ભારત આવતી જતી તમામ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સને કોવિડના કારણે 23 માર્ચ, 2020થી બંધ કરવામાં આવી છે જે બાદ જુલાઇ મહિનામાં અમુક દેશો એર બબલની વ્યવસ્થા કરીને ફ્લાઇટ્સથી લોકોની અવરજવર શરૂ કરવામાં આવી છે.

બીજી તરફ કોવિડની ત્રીજી લહેર વચ્ચે એરક્રાફ્ટ ફ્યુઅલ ભાવમાં તેજીને કારણે વર્તમાન નાણાકીય વર્ષમાં એરલાઇન કંપનીઓની ખોટ વધીને 20,000 કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે. ક્રિસલના અહેવાલ અનુસાર, એરલાઇન્સ ચાલુ નાણાકીય વર્ષમાં તેમની અત્યારસુધીની સૌથી મોટી 20,000 કરોડ રૂપિયાની ચોખ્ખી ખોટ તરફ આગળ વધી રહી છે.