Site icon Revoi.in

તબલિગી જમાત કેસ: કોર્ટે કહ્યું – DCP કોઇ ખાસ ગુનો દર્શાવવામાં અસફળ રહ્યાં

Social Share

નવી દિલ્હી: દિલ્હીની હાઇકોર્ટમાં તબલિગી જમાતના કેસની સુનાવણી ચાલી રહી છે. જેમાં દિલ્હી પોલીસના ડીસીપી કોર્ટમાં નિઝામુદ્દીન મરકઝના બેંક ખાતા અનફ્રીઝ કરવા અંગેની કેસ ડાયરી લીધા વગર પહોંચતા કોર્ટે ફટકાર લગાવી છે. કોર્ટે સુનાવણી દરમિયાન ફટકાર લગાવતા કહ્યું હતું કે, તેમની હાજરી માત્ર મનોરંજન માટે જરૂરી નથી.

પ્રાપ્ત વિગતો અનુસાર, મુખ્ય મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ અરુણકુમાર ગર્ગેએ ડીસીપી જોય તિર્કીને સાત દિવસની અંદર કારણો જણાવવા કહ્યાં છે કે, કેમ તેમની સામે દિલ્હી હાઇકોર્ટમાં અવમાનનાનો સંદર્ભે આપવામાં આવે. ડીસીપી આ કેસની સુનાવણી મુલતવી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. કોર્ટે કહ્યું હતું કે, તેમની પાસેથી સરકાર વતી પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાં 10,000 રૂપિયા જમા કરાવવા સંબંધિત અરજદારની અરજી માટે મંજૂરી આપી દીધી હતી.

આ કેસમાં અદાલતને જાણવા મળ્યું કે, આ અરજી હજી બાકી છે. આવું તપાસ અધિકારી તેમજ ડીસીપી (ક્રાઇમ બ્રાંચ) ના અસહકારને કારણે આવું બન્યું છે. કોર્ટે ક્રાઇમ બ્રાંચના જેસીપીને આ પત્ર પર પ્રતિક્રિયા આપવાનો આદેશ આપ્યો છે.

કોર્ટે કહ્યું કે, તેઓ આ બાબતથી બેખબર ન હતા કે આ દંડ સરકારી તિજોરીમાંથી કાપવામાં આવશે. સાથોસાથ, કોર્ટે જવાબદાર વ્યક્તિના પગારમાંથી થતા નુકસાનને ભરપાઈ કરવાની જવાબદારી નક્કી કરવા માટે વિશેષ પોલીસ કમિશનર, ક્રાઈમ બ્રાંચને આદેશ આપ્યો છે.

ગત વર્ષે માર્ચમાં તબલીગી જમાતના ઘણા સભ્યો કોરોના પોઝિટિવ મળ્યા હતા. આ કેસની તપાસ કરી રહેલી ક્રાઇમ બ્રાંચે નિઝામુદ્દીન મરકઝની મુલાકાત લીધી હતી. તે દરમિયાન, મદ્રેસા કાશિફુલ ઉલૂમ ઇસ્લામીયા અરેબિયાને લગતા ઘણા દસ્તાવેજો પણ જપ્ત કરવામાં આવ્યા હતા. આ કેસમાં વકીલ ફહીમ ખાને કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. જે બાદ કોર્ટને કહ્યું હતું કે, પોલીસને આદેશ આપે કે, તમામ દસ્તાવેજો પરત આપે અને હમદર્દ ડિસ્પેન્સરી શાખાના વીજળી, ગેસ અને અન્ય ખર્ચ માટે બેંક ખાતાને મુક્ત કરે.

(સંકેત)