Site icon Revoi.in

કોવિશિલ્ડ વેક્સિન લેનાર મુશ્કેલીમાં, અનેક દેશોએ વેક્સિનને નથી આપી મંજૂરી

Social Share

નવી દિલ્હી: દેશમાં કોરોના સંક્રમણ  સામેની લડતમાં કોરોના વેક્સિનેશનનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. દેશમાં હાલમાં મોટા ભાગના લોકોને કોવિશિલ્ડ વેક્સિન આપવામાં આવી રહી છે પરંતુ તેના સાથે સંકળાયેલા એક ન્યૂઝને કારણે હવે વિદેશ જવાની તૈયારી કરતા મુસાફરો ચિંતામાં મૂકાયા છે.

હકીકતમાં, વાત એમ છે કે હજુ અનેક દેશોએ કોવિશિલ્ડને પોતાના ત્યાં મંજૂરી આપી નથી. આ કારણે કોવિશિલ્ડ વેક્સિન લેનારા મુસાફરોને યુરોપીય સંઘના દેશ પોતાના ત્યાં આવવાની મંજૂરી નહીં આપે. યુરોપીય સંઘના અનેક દેશોએ ડિજીટલ વેક્સિન પાસપોર્ટ જાહેર કરવા શરૂ કરી દીધા છે જે યુરોપીયન લોકોને કામ અથવા પર્યટન માટે આવવા જવાની મંજૂરી આપશે.

વેક્સિન પાસપોર્ટ એ વાતના પ્રમાણ તરીકે કામ કરશે કે કોઈ વ્યક્તિને કોરોના વાયરસ સામે રક્ષણ આપતી વેક્સિન લગાવાઈ છે. યુરોપીય સંઘે અગાઉ એમ કહ્યું હતું કે, સદસ્ય દેશોએ કોવિડ-19 વેક્સિનના પ્રકારની પરવા કર્યા વગર પ્રમાણપત્ર જાહેર કરવા જોઈએ. પરંતુ ‘ગ્રીન પાસ’ની ટેક્નિકલ વિશિષ્ટતાઓ પાસેથી સંકેત મળી રહ્યો છે કે, તે ઈયુ-વ્યાપક માર્કેટિંગ અધિકૃતતા પ્રાપ્ત કરનારી વેક્સિન સુધી જ સીમિત રહેશે.