Site icon Revoi.in

ઓમિક્રોનનો ફફડાટ, હવે 15 ડિસે.થી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ શરૂ નહીં થાય

Social Share

નવી દિલ્હી: ભારતમાં કોવિડનો પ્રકોપ ઘટતા 15 ડિસેમ્બરથી ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સને પૂર્વવત કરવાની યોજના હતી પરંતુ દક્ષિણ આફ્રિકામાં કોવિડના નવા વેરિએન્ટ ઓમિક્રોનના પ્રસાર બાદ હવે સરકારે 15 ડિસેમ્બરથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ શરૂ કરવાનું માંડી વાળ્યું છે. ડિરેક્ટોરેટ જનરલ ઑફ સિવિલ એવિએશને પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલથી આ માહિતી પૂરી પાડી છે.

ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ શરૂ કરવાની યોજના બંધ રાખવા પર ડીજીસીએ ટ્વિટ કરી હતી કે, નવા વેરિએન્ટ બાદ સાંપ્રત વૈશ્વિક સ્થિતિને ધ્યાનમાં રાખીને કોર્મશિયલ ઇન્ટરનેશનલ પેસેન્જર સર્વિસ શરૂ કરવાની તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે. આપને જણાવી દઇએ કે યુરોપ સહિતના દેશોએ આફ્રિકાથી આવતી ફ્લાઇટ્સ પર પાબંધી લગાવી છે.

ગત સપ્તાહે જ સરકારે કોવિડના નિયમો હળવા કરવા અંતર્ગત 15 ડિસેમ્બરથી ઇન્ટરનેશનલ કોર્મશિયલ ફ્લાઇટ્સ પૂર્વવત કરવાની જાહેરાત કરી હતી. ભારતમાં ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ બંધ હોવા છતાં જુલાઇ 2020થી 31 દેશો સાથે થયેલી સમજૂતી અનુસાર ખાસ ફ્લાઇટ્સને ચાલુ કરવામાં આવી છે.

નોંધનીય છે કે, ગઇકાલે રાજ્યસભા દરમિયાન કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ દેશમાં એક પણ ઓમિક્રોન વેરિએન્ટનો કેસ ના હોવાનું કન્ફર્મ કર્યું હતું. જો કે આફ્રિકાથી આવેલા કેટલાક મુસાફરો કોવિડ સંક્રમિત હતા, જો કે બાદમાં તેઓ ઓમિક્રોન વેરિએન્ટથી સંક્રમિત ના હોવાનું માલુમ પડતા સૌએ હાશકારો અનુભવ્યો હતો.