Site icon Revoi.in

સેનાના જવાનોને હવે પ્રતિકૂળ આબોહવાથી મળશે સુરક્ષા ક્વચ, જાણો સુરક્ષા ક્વચની ખાસિયત

Social Share

નવી દિલ્હી: ભારતીય જવાનો ભારત માતાની રક્ષા કાજે ઉત્તરી સિક્કિમ, પૂર્વી લદ્દાખ અને ઉત્તરાખંડ જેવા હિમાલયની ઉંચાઇવાળા તેમજ હિમચ્છાદિત વિસ્તારોમાં ખડેપગે રહે છે ત્યારે આ હાડ થીજવતી ઠંડીમાં તેઓને રક્ષણ મળે તે હેતુસર ભારતીય સૈનિકોને હવે સ્વદેશી ગરમ કપડાં મળશે. અનેક પ્રકારના પ્રતિકૂળ વાતાવરણ માટે ખાસ બનાવેલ આ કપડાં આરામદાયક હોવા ઉપરાંત તેની જાળવણી પણ સરળ છે.

ભારતીય સેનાના જવાનો માટે બનાવેલા આ ખાસ કાપડનું વજન પણ ખૂબ ઓછુ છે અને તેને પહેરીને પણ સૈનિકો પોતાનું કામ સરળતાપૂર્વક પાર પાડી શકશે. DRDOએ 28મી ડિસેમ્બરે આ કપડાંની તકનિકને 5 સ્વદેશી કંપનીઓને આપી દીધા છે અને તેઓ જલ્દી આનું ઉત્પાદન શરૂ કરી દેશે.

મહત્વનું છે કે મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટની દિશામાં આ રક્ષા ક્વચના નિર્માણને ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે. હજુ સુધી ભારતીય સેના ઘણા ઊંચાઇવાળા વિસ્તારમાં ઉપયોગ કરનાર કપડાં વિદેશોમાં ખરીદતા હતા. આ ખાસ રક્ ક્વચ ધરાવતા કપડાને 0 થી 50 ડિગ્રી નીચેના તાપમાન પર તૈનાત સૈનિકોને ઇશ્યૂ કરવામાં આવે છે.

નોંધનીય છે કે, વર્ષ 2020માં ચીનની સાથે પૂર્વી લદ્દાખમાં તણાવ બાદ ભારતીય સેનાએ લગભગ 50,000 સૈનિકોની LAC પર તૈનાતી કરી છે. ચીન સતત કોઇને કોઇ રીતે સીમા પારથી અતિક્રમણ માટે ચાલ રમતુ રહે છે અને ઘૂસણખોરીના પણ પ્રયાસો કરે છે તેથી ભારતીય સૈનિકોની ખાસ તૈનાતી કરવામાં આવી છે.