Site icon Revoi.in

ચીને ફરીથી ભર્યું એવું પગલું કે ભારત સાથેના સંબંધો ફરીથી બગડી શકે છે

Social Share

નવી દિલ્હી: ચીને ફરીથી એક વખત એવું પગલું ભર્યું છે જેનાથી ભારત સાથેના તેના સંબંધોમાં ફરીથી તણાવ પેદા થઇ શકે છે. ચીનની સેનાએ પૂર્વ લદાખમાં ગોગરા અને હોટ સ્પ્રિંગમાંથી પોતાના સૈનિકો અને ગાડીઓ હટાવવાથી ઇનકાર કરી દીધો છે.

હાલમાં ભારત અને ચીન વચ્ચે સીમા તણાવને ઓછો કરવા માટે બન્ને દેશોની વચ્ચે સૈન્ય સ્તરની વાતચીતનો દોર ચાલુ છે. આ દરમિયાન ચીનની સેનાએ પૂર્વ લદ્દાખમાં ગોગરા અને હોટ સ્પ્રિંગ્સમાંથી પોતાના સૈનિકો અને ગાડીઓ હટાવવાથી ઇનકાર કરી દીધો છે.

ચીન તરફથી આ અક્કડ વલણ ફેબ્રુઆરીમાં પેંગોગ લેક સેક્ટર પર બન્ને સ્તર પર સૈનિકોની પીછેહટને લઇને બનેલી સહમતિ બાદ જોવા મળ્યું છે. ગઇકાલે બન્ને દેશોની વચ્ચે 11માં સ્તરની વાતચીત થઇ જેમાં ચીન તરફથી નરમાશની જગ્યાએ કઠોરતા દર્શાવવામાં આવી છે.

બન્નેની વચ્ચે સૈન્ય સ્તરની 11મી બેઠક લગભગ 13 કલાક ચાલી અને આ તે મહત્વની બેઠક બાદ આયોજીત કરવામાં આવી હતી જેમાં લદ્દાખના ગતિરોધને ઓછો કરવા માટે વિવાદિત પેંગોંગ લેકથી સૈનિકોની પીછેહટને લઇને સહમતિ બની હતી. જે એકબીજાથી માત્ર 10 મીટરના અંતર પર તૈનાત હતા. આ વાર્તા 20 ફેબ્રુઆરીએ થઇ હતી.

નોંધનીય છે કે સેટેલાઇટ ઇમેજથી જાણવા મળ્યું હતું કે, વિશાળકાય લેકની કિનારા પર ફિંગર્સ કોમ્પ્લેક્સમાં ચીની સેના તરફથી પીછેહટની કાર્યવાહી થઇ છે. જો કે ચીન હજુ પણ ગોગરા તેમજ હોટ સ્પ્રિંગ્સ વિસ્તારને લઇને અડ્યું છે.

(સંકેત)