Site icon Revoi.in

નાણામંત્રીનું ઉદ્યોગ જગતને આશ્વાસન, સમગ્ર દેશમાં લોકડાઉન નહીં થાય

Social Share

નવી દિલ્હી: કોરોનાના વધતા કોહરામથી લોકો ત્રસ્ત છે. બીજી તરફ પ્રવાસી શ્રમિકો પણ લોકડાઉનના ડરથી સામૂહિક હિજરત કરવા માંડ્યા છે. જેના પગલે હવે ઉદ્યોગ જગતમાં પણ લોકડાઉનનો ગભરાટ ફેલાયો છે. આ વચ્ચે ફેડરેશન ઑફ ઇન્ડિયન સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝના અધ્યક્ષ અનિમેશ સક્સેનાએ સરકારની નીતિઓ અંગે નાણામંત્રી નિર્મલા સીતારમણ સાથે ફોન પર વાતચીત કરી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર, સક્સેનાએ કહ્યું હતું કે, નાણા મંત્રીએ આશ્વાસન આપ્યું હતું કે દેશવ્યાપી લોકડાઉન લગાવવાની સરકારની કોઇ વિચારણા નથી. કોરોના સંક્રમણને નાથવા માટે નાના કન્ટેન્ટમેન્ટ ઝોન બનાવાશે પણ સમગ્ર દેશમાં લોકડાઉન નહીં થાય.

નાણાં મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, પીએમ મોદી તેમજ અમિત શાહ દેશની હાલની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે તેમજ રાજ્યોમાં ઑક્સિજન તેમજ દવાઓની ખોટ નહીં પડવા દેવાય. વેક્સીનેશન કાર્યક્રમણ પણ પૂરજોશમાં ચાલી રહ્યો છે.

મહત્વનું છે કે, ફિક્કી સહિતના ઔદ્યોગિક સંગઠનો પહેલા જ સરકારને દેશવ્યાપી લોકડાઉન નહીં લગાવવા માટે અનુરોધ કરી ચૂક્યા છે. સંગઠનો અનુસાર જો દેશવ્યાપી લોકડાઉન લાગૂ કરવામાં આવે તો તેનાથી દેશના અર્થતંત્રને મોટો ફટકો પડશે, રોજગાર-ધંધા ઠપ્પ થઇ જશે.

(સંકેત)