Site icon Revoi.in

બંગાળના હલ્દિયામાં ઇન્ડિયન ઓઇલના ડેપોમાં ભીષણ આગ લાગી, 3નાં મોત, 35 ઘાયલ

Social Share

નવી દિલ્હી: પશ્વિમ બંગાળના હલ્દિયામાં એક ભયાનક દુર્ઘટના ઘટી છે. હલ્દિયામાં આવેલા સરકારી પેટ્રોલિયમ કંપની ઇન્ડિયન ઑઇલ કોર્પોરેશનના પરિસરમાં વિકરાળ આગ લાગતા 3 લોકો ત્યાં જ ભડથું થઇ ગયા છે જ્યારે 35 લોકોના બળવાના સમાચાર છે.

હલ્દિયામાં આવેલી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના પરિસરમાં ભીષણ આગ ફાટી નીકળી હતી અને તેમાં 3 લોકો સળગી ગયા હતા અને બીજા 35 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ગાડીઓ રવાના કરવામાં આવી છે અને તાત્કાલિક ધોરણે આગને બૂઝાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી.

સૂત્રો અનુસાર, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના ડેપોમાં એક મોક ડ્રીલ ચાલી રહી હતી, મોક ડ્રીલ દરમિયાન એક પ્લાન્ટમાં શટડાઉનનું કામ ચાલી રહ્યું હતું ત્યારે ડ્રિલિંગ દરમિયાન ભયંકર વિસ્ફોટ થતા ભીષણ આગ ફાટી નીકળી હતી.

ઇજાગ્રસ્તોમાં મોટા ભાગના આગની ચપેટમાં આવી ગયા હોવાથી તેઓની હાલત ગંભીર છે અને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.