Site icon Revoi.in

તાતા ગ્રૂપે એર ઇન્ડિયા ખરીદી હોવાના સમાચાર પર સરકારની સ્પષ્ટતા, જાણો શું કહ્યું?

Social Share

નવી દિલ્હી: સરકારની એરલાઇન એર ઇન્ડિયાના નવા માલિક તરીકે ટાટા ગ્રૂપમાં નામ હોવાના અહેવાલો ફરતા થયા છે ત્યારે હવે સરકારે આ અંગે ખુલાસો કરીને આ સમાચાર પાયાવિહોણા હોવાની સ્પષ્ટતા કરી છે.

 

અગાઉ સરકારી એરલાઇન એર ઇન્ડિયાના નવા માલિક તરીકે તાતા ગ્રૂપનું નામ ફાઇનલ થયું હોવાના અહેવાલો વહેતા થયા હતા.

 

આ ખબરો અનેક મીડિયામાં છાપવામાં આવી હતી જો કે આખરે સેક્રેટરીએટ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે, હજુ આ નિર્ણય વિશે સરકાર દ્વારા કોઇ જાહેરાત થઇ નથી અને જ્યારે જાહેરાત થશે ત્યારે જાણ કરવામાં આવશે.

 

એવા સમાચાર મળી રહ્યા હતા કે એર ઇન્ડિયાની વેચાણ પ્રક્રિયામાં તાતા સમૂહ દ્વારા સૌથી વધુ બોલી લગાવવામાં આવી છે.

 

એર ઇન્ડિયા વિશે વાત કરીએ તો વર્ષ 1932માં તાતા ગ્રૂપ દ્વારા જ એર ઇન્ડિયાની શરૂઆત કરવામાં આવી હતી. તાતા ગ્રૂપના દિગ્ગજ જે.આર.ટાટાએ તેની શરૂઆત કરી હતી. ત્યારબાદ વર્ષ 1947માં રાષ્ટ્રીય જરૂરિયાત ઉભી થતાં સરકારે 49 ટકા હિસ્સો ખરીદી લીધો હતો.

 

ત્યારબાદ વર્ષ 1953માં સરકારે એર કોર્પોરેશન એક્ટ પાસ કરીને મેજર હિસ્સો લઇ લીધો હતો અને સરકાર દ્વારા સંચાલન થતું હતું. અને હવે ફરી તાતા ગ્રૂપે જ તેની માલિકી મેળવી હોવાના સમાચાર આવી રહ્યા હતા જો કે બાદમાં આ સમાચાર ખોટા હોવાની પુષ્ટિ સરકાર દ્વારા જ કરવામાં આવી હતી.

 

એર ઇન્ડિયા શરૂઆતમાં સારી ચાલતી હતી પરંતુ પ્રાઇવેટ એરલાઇન્સ સાથે સ્પર્ધાનો માર જીલવામાં એર ઇન્ડિયા અસમર્થ સાબિત થઇ હતી અને આખરે ખોટમાં જતા સરકારે એરલાઇન્સને વેચવાની નોબત આવી હતી.