Site icon Revoi.in

કોવિશિલ્ડ વેક્સિન અંગે વધુ એક અભ્યાસ, 16% લોકોમાં બંને ડોઝ બાદ પણ ડેલ્ટા વેરિએન્ટ વિરુદ્વ એન્ટિબોડી ના નોંધાઇ

Social Share

નવી દિલ્હી: હવે કોવિશિલ્ડ વેક્સિનને લઇને અભ્યાસમાં કેટલીક વાત સામે આવી છે. આ અંગે ICMR દ્વારા કરાયેલા અભ્યાસ અનુસાર કોવિશિલ્ડ વેક્સિનના બંને ડોઝ લેનારા 16.1 ટકા સેમ્પલમાં ડેલ્ટા વેરિએન્ટ વિરુદ્વ એન્ટીબોડી નથી નોંધાયા. જ્યારે એક ડોઝ લેનારા 58.1 ટકા લોકોમાં એન્ટિબોડી નહોતા નોંધાયા.

વેલ્લોર ખાતે આવેલી મેડિકલ કોલેજના માઇક્રોબાયોલોજી વિભાગના પૂર્વ હેડ ડૉ. જૈકબ જોનના કહેવા અનુસાર એન્ટીબોડી ન દેખાવા અને એન્ટીબોડી ન હોવા બંને એક વાત નથી. બની શકે કે, એન્ટીબોડી હોય પરંતુ તે એટલા ઓછા હોય કે તેને ડિટેક્ટ કરવા મુશ્કેલ બની જાય. પરંતુ તેમ છતાં તે વ્યક્તિને ગંભીર સંક્રમણથી બચાવી શકે.

ડૉ. જોનના કહેવા પ્રમાણે એવું માનીને કે આ અભ્યાસ માટે જે સીરમ લેવામાં આવ્યા તે સ્વસ્થ વ્યક્તિઓના હતા, તો જે લોકોમાં એન્ટીબોડી નથી દેખાયા તે વડીલો છે અથવા તેમને પહેલેથી કોઈ ગંભીર બીમારી છે, કારણ કે તેમનો ઈમ્યુન રિસ્પોન્સ ઓછો છે.

મતલબ કે 65 વર્ષ કરતા વધારે ઉંમરના પુરૂષો (મહિલાઓમાં એન્ટીબોડી નોંધાઈ છે) જે ડાયાબિટીસ, હાઈપરટેન્શન, હાર્ટ, લંગ્સ અને કિડનીની બીમારીઓનો સામનો કરી રહ્યા છે તેમને એક ત્રીજો ડોઝ પણ આપવો જોઈએ.