Site icon Revoi.in

ભારતે નિભાવ્યો પાડોશી ધર્મ, શ્રીલંકાની ખાતરની અછત દૂર કરવા ભારતથી મોકલ્યું 100 ટન ખાતર

Social Share

નવી દિલ્હી: શ્રીલંકામાં ખાતરની માંગ સતત વધી રહી છે જેને કારણે ત્યાં ખાતરની અછત સર્જાઇ છે. આ સંકટના સમયે શ્રીલંકાના મિત્ર એવા ભારતે પાડોશી ધર્મ નિભાવ્યો છે અને પાડોશી દેશની મદદે આવ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, શ્રીલંકામાં નેનો લિક્વિડ યુરિયાની વધી રહેલી અછતને પહોંચી વળવા માટે ભારતે હવે શ્રીલંકાને નેનો લિક્વિડ યુરિયાની ખેપ મોકલી આપી છે. ભારતીય વાયુસેનાના વિમાન દ્વારા 100 ટન નેનો લિક્વિડ યુરિયા શ્રીલંકા પહોંચાડવામાં આવ્યું છે.

ભારતના હાઈ કમિશન દ્વારા આ બાબતની જાણકારી આપતા કહેવાયુ છે કે, દિવાળીના દિવસે ભારતીય વાયુસેના ફરી શ્રીલંકા માટે આશાનુ કિરણ બની છે.શ્રીલંકાની સરકાર દ્વારા નેનો લિક્વિડ યુરિયાની કરાયેલી માંગણી બાદ તાત્કાલિક અમે બે વિમાનો થકી 100 ટન નેનો લિક્વિડ યુરિયા કોલંબો મોકલવામાં આવ્યુ છે.

મહત્વનું છે કે, શ્રીલંકાની સરકાર દ્વારા રાસાયણિક ખાતર યુરિયા પર પ્રતિબંધ મૂકાય છે અને તેના પગલે શ્રીલંકામાં નેનો લિક્વિડ યુરિયાની વધેલી માંગના પગલે આ દેશમાં ખાતરનું સંકટ સર્જાયું છે. જેને પૂરી કરવા અને અછતને પહોંચી વળવા ભારતે પાડોશી ધર્મ નિભાવ આગળ આવ્યું છે.