Site icon Revoi.in

18 વર્ષથી વધુના તમામ લોકોને રસી અપાય તેવી IMA એ PM મોદીને પત્ર લખીને કરી વિનંતી

Social Share

નવી દિલ્હી: દેશભરમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે ત્યારે ઇન્ડિયન મેડિકલ એસોસિએશને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્રને લખીને દેશભરમાં તે તમામ લોકોને રસીકરણમાં સામેલ કરવાનું સૂચન કર્યુ છે જેની ઉંમર 18 વર્ષથી વધુ છે.

દેશમાં છેલ્લા ત્રણ દિવસથી દરરોજ કોરોના વાયરસ (Coronavirus) સંક્રમણના 90 હજારથી વધુ નવા કેસ સામે આવી રહ્યાં છે. ભારતમાં સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 1,26,86,049 પર પહોંચી ગઈ છે. એક દિવસ પહેલા દેશમાં સંક્રમણના  1,03,558 નવા કેસ નોંધાયા હતા. આ વચ્ચે ઈન્ડિયન મેડિકલ એસિસોએશને પીએમ મોદીને પત્ર લખી કહ્યું, ‘હાલના સમયમાં આપણે 45 વર્ષથી વધુ ઉંમરના લકોનું રસીકરણ કરી રહ્યાં છીએ. સંક્રમણની બીજી લહેરમાં તેજી જોતા અમારૂ સૂચન છે કેરસીકરણ અભિયાનની રણનીતિને તત્કાલ પ્રભાવથી યુદ્ધના ધોરણે વધારવામાં આવે.’

ડોક્ટરોના સંગઠન IMAએ કહ્યું કે કોવિડ 19 રસીકરણ અભિયાનના સંબંધમાં અમારી સલાહ છે કે 18 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં રસીકરણની મંજૂરી આપવામાં આવે અને કોવિડ રસીકરણની સુવિધા દરેક વ્યક્તિ માટે નિ:શુલ્ક તેમજ નજીકના સ્થળ પર હોવી જોઇએ. IMAએ તે પણ સૂચન કર્યું કે, ખાનગી ક્લિનિકોને પ્રાઇવેટ હોસ્ટિપલોની સાથે સક્રિય રૂપથી રસીકરણ અભિયાનમાં સામેલ કરવા જોઇએ.

સંગઠને સૂચન કર્યું છે કે જાહેર સ્થળો પર એન્ટ્રી અને સામાન લેવા માટે વેક્સિનેશન સર્ટિફિકેટ જરૂરી કરી દેવું જોઈએ. આઈએમએએ કહ્યું કે, મહામારીની બીજી લહેર રેકોર્ડ સ્તર પર પહોંચી ગઈ છે. બધા ડોક્ટરોની પાસે રસી હશે તો વેક્સિનેશન ડ્રાઇવ માટે સારૂ રહેશે.

(સંકેત)