Site icon Revoi.in

સુપ્રીમ કોર્ટના અનેક કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત, હવે જજ વીડિયો કોન્ફરન્સથી કરશે સુનાવણી

Social Share

નવી દિલ્હી: હવે સુપ્રીમ કોર્ટને પણ કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. સુપ્રીમ કોર્ટમાં અનેક કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા છે. કોરોના સંક્રમણના પ્રસાર બાદ એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે સુપ્રીમ કોર્ટના તમામ ન્યાયાધીશો આજથી પોત પોતાના ઘરેથી જ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સુનાવણી કરશે.

પ્રાપ્ત અહેવાલ અનુસાર, સુપ્રીમ કોર્ટમાં કાર્યરત 3400 કર્મચારીઓમાંથી શનિવાર સુધીમાં કોરોના વાયરસના 44 કેસ સામે આવ્યા હતા. સુપ્રીમ કોર્ટના કર્મચારીઓમાં કોરોના સંક્રમણના કેસ સામે આવ્યા બાદ કોર્ટરૂમ સહિત કોર્ટ પરિસરને સેનેટાઇઝ કરવામાં આવી રહ્યું છે. આ કારણે આજથી તમામ બેન્ચ નિર્ધારિત સમયથી 1 કલાક મોડી શરૂ થશે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય અનુસાર છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરના વાયરસના નવા 1,68,912 કેસ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો 1,35,27,717 પર પહોંચી ગયો છે. જેમાંથી 1,21,56,529 લોકો રિકવર થયા છે જ્યારે 12,01,009 લોકો હજુ પણ સારવાર હેઠળ છે. એક જ દિવસમાં 904 લોકોના કોરોનાના કારણે મોત નિપજ્યા છે.

(સંકેત)