Site icon Revoi.in

નાગાલેન્ડમાં ફાયરિંગની ઘટના બાદ ગ્રામજનોમાં રોષ, સુરક્ષાદળોની ગાડીને કરી આગચંપી

Social Share

નવી દિલ્હી: શનિવારની રાત્રી દરમિયાન નાગાલેન્ડમાં અંધાધૂંધીનો માહોલ જોવા મળ્યો હતો. નાગાલેન્ડ ખાતે શનિવારે રાત્રિના સમયે ફાયરિંગની ઘટના બની હતી. આ ફાયરિંગને કારણે સવાર સુધીમાં 13 લોકોનાં મોત થયા છે. ફાયરિંગની ઘટના બાદ અહીંયાના ગ્રામીણો ભડક્યા છે અને આગચંપી કરી છે.  આ ઘટના નાગાલેન્ડના મોન જીલ્લાના ઓટિંગ ખાતેની છે.  ગ્રામજનોએ સુરક્ષાદળોની ગાડીઓને આગચંપી કરી હતી.

અત્યારે નાગાલેન્ડમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે ત્યારે આ વચ્ચે નાગાલેન્ડના મુખ્યમંત્રી નેફિયો રિયોએ લોકોને શાંતિ જાળવવા માટે અપીલ કરી છે. આ કેસની તપાસ માટે SITની પણ રચના કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, મોનના ઓટિંગ ખાતે નાગરિકોની હત્યાએ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ અને નિંદનીય ઘટના છે. હું શોક સંત્પત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું અને ઘાયલો શીઘ્ર સ્વસ્થ થાય તેવી કામના કરું છું.

આ ઘટનાને લઇને ગૃહ મંત્રી અમિત શાહે પણ શોક વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે, નાગાલેન્ડ ખાતેની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી ખૂબ જ વ્યથિ છું. જે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે તેમના પરિવારજનો પ્રત્યે હું મારી સંવેદના વ્યક્ત કરું છું. રાજ્ય સરકાર દ્વારા ગઠિત કરાયેલી એક ઉચ્ચ સ્તરીય SIT આ ઘટનાની તપાસ કરશે.