Site icon Revoi.in

ભારતનો યુકેને વળતો પ્રહાર, ત્યાંથી આવતા લોકો માટે હવે કડક નિયમો લાગૂ થશે

Social Share

નવી દિલ્હી: ભારતે બ્રિટનને જડબાતોડ જવાબ આપ્યો છે. હવે ભારત આવતા બ્રિટનના નાગરિકોએ વેક્સિન લીધી હોવા છતાં કોરોના ટેસ્ટ કરાવવા પડશે તેમજ ક્વોરેન્ટીન થવું પણ આવશ્યક રહેશે.

 

અગાઉ ભારતથી બ્રિટન જતા ભારતીયો માટે બ્રિટને યાત્રા માટેના કેટલાક અલગ અલગ કડક નિયમો બનાવ્યા હતા. તે ઉપરાંત બ્રિટને ભારતની કોવિશીલ્ડ વેક્સિનને પણ મંજૂરી નહોતી આપી. જો કે બાદમાં ભારતના દબાણને વશ થઇને તેમણે વેક્સિનને મંજૂરી આપી હતી. ત્યારે હવે ભારતે વળતો પ્રહાર કરતા યુકેના નાગરિકો માટે કડક નિયમો જાહેર કર્યા છે.

 

નવા નિયમો અનુસાર બ્રિટિશ નાગરિકોએ વેક્સિન લીધી હશે તો પણ તેમણે કોરોનાનો ટેસ્ટ કરાવવો અનિવાર્ય રહેશે. તે ઉપરાંત ભારતમાં ક્વોરેન્ટિન પણ રહેવું પડશે. આ નિયમો યુકેના પ્રત્યેક નાગરિકો પર 4 ઑક્ટોબરથી લાગૂ કરવામાં આવશે.

 

બ્રિટિશ નાગરિકોએ વેક્સિન લીધી હશે તો પણ તેને RTPCR ટેસ્ટ કરાવવો જરૂરી રહેશે. તે ઉપરાંત તેમણે ભારતમાં પણ ટેસ્ટ કરાવવો પડશે. નવા નિયમો અનુસાર બ્રિટન નાગરિકોએ યાત્રા કરતા પહેલા 72 કલાકની અંદર કોરોના ટેસ્ટ કરાવો પડશે. સાથે જ એરપોર્ટ પર પણ તેમને ટેસ્ટ કરાવો પડશે. ભારતમાં આવ્યા પછી 8માં દિવસે કોરોના ટેસ્ટ કરાવવો પડશે. 10 દિવસ માટે બ્રિટિશ નાગરિકે ક્વોરેન્ટિન રહેવું પડશે.