Site icon Revoi.in

ઉત્તરાખંડમાં ચૂંટણી પહેલા કેજરીવાલની જાહેરાત, યુવાનોને 5 હજાર રૂપિયા તેમજ 1 લાખ રોજગારીનું થશે સર્જન

Social Share

નવી દિલ્હી: ઉત્તરાખંડમાં આગામી વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવા જઇ રહી છે ત્યારે હવે તમામ પક્ષો ત્યાં મતદારોને પ્રલોભિત કરવા માટે વાયદાઓ કરી રહ્યા છે અને ચૂંટણી માટેની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે.

ઉત્તરાખંડ વિધાનસભાની ચૂંટણી લડી રહેલી આમ આદમી પાર્ટીએ રાજ્યમાં સરકાર બન્યા બાદ યુવાનોને દર મહિને 5,000નું ભથ્થું તેમજ રાજ્યમાં 6 લાખ નવી રોજગારીઓના સર્જનનો વાયદો કર્યો છે.

કેજરીવાલની બીજી ગેરન્ટી
– ઉત્તરાખંડના દરેક પરિવારને રોજગારી
– છ મહિનામાં 1 લાખ સરકારી નોકરીઓ
– રોજગારી ન મળે ત્યાં સુધી દર મહિને 5000 નું ભથ્થું
– નોકરીઓમાં ઉત્તરાખંડના લોકોને 80 ટકા અનામત
– ઉત્તરાખડમાં જોબ પોર્ટલ બનાવાશે.
– રોજગારી અને પલાયનનું એક અલગ મંત્રાલય બનાવાશે.

કેજરીવાલે હલ્દ્વાનીમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા કહ્યું હતું કે, આમ આદમી પાર્ટીની બીજી ગેરન્ટી યોજના હેઠળ દરેક ઘર માટે રોજગારી તથા 5 હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી છે. કેજરીવાલે કહ્યું કે જો રાજ્યમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો 6 મહિનામાં 1 લાખ નવી નવી નોકરીઓ ઊભી કરવામાં આવશે.

કેજરીવાલે કહ્યું કે અમારા સીએમ કેન્ડીડેટ કોટિયાલ સાહેબને નોકરીઓ આપતા આવડે છે. તેમણે અત્યાર સુધી 10,000 બાળકોને નોકરીઓ આપી છે તેમણે આ કામ એવા સમયે કરી દેખાડ્યું છે કે જ્યારે તેમની પાસે કોઈ સંસાધનો નહોતા.

Exit mobile version