Site icon Revoi.in

કોરોના વેક્સિનેશન અભિયાન વચ્ચે આસામમાં કોવિશિલ્ડની 1000 રસી જામી ગઇ, તપાસનો આદેશ

Social Share

ગુવાહાટી: દેશમાં કોરોના સામેની લડાઇમાં કોરોના વેક્સિનેશન અભિયાનનો પ્રારંભ થઇ ચૂક્યો છે અને દેશવાસીઓ તેમને કોરોનાની રસી મળે તેની રાહ જોઇ રહ્યા છે. આ વચ્ચે આસામની સિરકાર મેડિકલ કોલેજ હોસ્પિટલમાં કોવિશિલ્ડ રસીના 1,000 ડોઝની 100 શીશીઓ જામી ગયેલી સ્થિતિમાં જોવા મળી છે.

આ ઘટના બાદ આસામના સ્વાસ્થ્ય વિભાગે આ અંગે તપાસનો આદેશ આપ્યો છે. આસામના બરાક વેલી સ્થિત મુખ્ય હોસ્પિટલ એસએણસીએચમાં રસીના ડોઝ જામી જવાનું કારણ કોલ્ડ ચેઇન સ્ટોરેજમાં ખામી હોઇ શકે છે. સ્વાસ્થ્ય વિભાગના નિર્દેશકે કહ્યું હતું કે, અમને અહેવાલ પ્રાપ્ત થયા છે કે કોવિશિલ્ડ રસીના ડોઝ જામી ગયા છે. કોલ્ડ સ્ટોરેજમાં ખામીના કારણે આમ હોઇ શકે છે. તેનું ચોક્કસ કારણ તપાસ થયા બાદ જ ખબર પડશે.

જામી ગયેલા ડોઝની અસરકારક્તા અંગે તેના પરિણામો માટે તેને પ્રયોગશાળામાં મોકલાશે. સ્થાનિક વિભાગના અધિકારીઓ દ્વારા બેદરકારી દાખવવામાં આવી હશે તો તેમના વિરુદ્ધ આકરી કાર્યવાહી કરાશે. અધિકારીઓના જણાવ્યા મુજબ કેન્દ્ર સરકાર દ્વારા શનિવારે રાજ્યમાં કોવિશિલ્ડ અને કોવેક્સિનની રસીઓ મોકલવામાં આવી હતી, જેને ૨થી ૮ ડિગ્રી તાપમાસનમાં સ્ટોર કરવી પડે છે.

નોંધનીય છે કે, આસામને 2,21,500 ડોઝની રસીઓ અપાઇ છે, જેમાં કોવિશિલ્ડના 2,01,500 અને કોવેક્સિનના 30,000 ડોઝનો સમાવેશ થાય છે. રાજ્યને પ્રથમ તબક્કામાં 1,90,000 સ્વાસ્થ્ય કર્મીઓ માટે 3,80,000 ડોઝની આવશ્યકતા છે.

(સંકેત)