Site icon Revoi.in

India-China StandOff: બંને દેશો વચ્ચે કમાન્ડર સ્તરની 12માં ચરણની મંત્રણા થશે, આ મુદ્દાઓ પર થઇ શકે ચર્ચા

Social Share

નવી દિલ્હી: પૂર્વી લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચે હજુ પણ સરહદી વિવાદ યથાવત્ જોવા મળી રહ્યો છે ત્યારે હવે આ સરહદ વિવાદને ઉકેલવા માટે આવતીકાલે એટલે કે શનિવારે સવારે મોલ્ડોમાં બંને દેશોના મિલિટરી કોર્પ્સ કમાન્ડરની 12માં રાઉન્ડની મંત્રણા યોજાશે.

આપને જણાવી દઇએ કે 12મા રાઉન્ડની મંત્રણાનો પ્રસ્તાવ ચીને સામેથી મૂક્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, મંત્રણા દરમિયાન બંને દેશો વચ્ચે ગોગરા હાઇટ્સ, સીએનસી જંકશન તેમદ દેપ્સાંગ પ્લેન્સ વિસ્તારો પર ચાલી રહેલા વિવાદને સમાધાન પર રહેશે. બેઠક બાદ આ બંને સ્થળેથી સૈનિકોને પાછા ખેંચવા પર પ્રગતિ થવાની સંભાવના છે.

નોંધનીય છે કે, ભારત અને ચીન વચ્ચે ગત વર્ષે એપ્રિલ-મે મહિનાથી ચાલી રહેલા સરહદ વિવાદને ઉકેલવા માટે બને દેશો વચ્ચે 11 વખત કમાન્ડર સ્તરની મંત્રણા થઇ ચૂકી છે. પરંતુ બંને પક્ષો પોત પોતાના સ્ટેન્ડ પર અટકી ગયા પછી, વાટાઘાટો કોઇ સમાધાન વગર સમાપ્ત થઇ ગયો અને આ મુદ્દો હજુ ઉકેલાયો નથી.