Site icon Revoi.in

કોરોના વેક્સિનેશનને લઇને સરકારના નવા દિશા-નિર્દેશો, વેક્સિન લેતા પહેલા આ કામ ના કરવું જોઇએ

Social Share

નવી દિલ્હી: હાલમાં સમગ્ર દેશમાં કોરોના વાયરસ સામેની જંગ માટે રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે ત્યારે કેન્દ્ર સરકારે વેક્સિનના ડોઝના સંદર્ભમાં કેટલાક દિશા-નિર્દેશો જાહેર કર્યા છે. જેનાથી વેક્સિનની ઑનલાઇન અપોઇન્ટમેન્ટ લઇ રહેલા લોકોને કોઇ મુશ્કેલીનો સામનો ના કરવો પડે. હાલમાં ભારતમાં 18-44 વર્ષના લોકોનું વેક્સિનેશન કરવામાં આવી રહ્યું છે.

કેન્દ્ર સરકારે એમ પણ કહ્યું છે કે 45થી મોટી ઉંમરના લોકોમાં કોરોના સંક્રમણ થવાનું જોખમ વધુ હોવાથી તે લોકોને પહેલા રસી અપાય તે આવશ્યક છે.

વેક્સિનેશન પહેલા આ 6 કામ ના કરવા માટે સરકારની ગાઇડલાઇન

આ લોકોએ રસીકરણ ટાળવું જોઇએ

ક્યારે લઇ શકાય કોવિશિલ્ડનો બીજો ડોઝ

જો તમે કોવિશિલ્ડનો પ્રથમ ડોઝ લીધો હોય તો પ્રથમ ડોઝ લીધાના 12 થી 16 સપ્તાહ બાદ બીજો ડોઝ લઇ શકાય છે. તેના માટે કોવિડ પોર્ટલ આપ મેળે તારીખ જણાવી દેશે. પરંતુ જે લોકોએ પહેલા જ પોતાની અપોઇન્ટમેન્ટ ફિક્સ કરી લીધી છે તે ઇચ્છે તો નિયત તારીખ પર બીજો ડોઝ લઇ શકે છે. તેઓ નવી ગાઇડલાઇન અનુસાર 84 દિવસના અંતર પર બીજા ડોઝ માટે સ્લોટ બૂક કરાવી શકે છે.