Site icon Revoi.in

કોરોનાથી રિકવર થયા બાદ લોકોમાં બ્રેન ક્લોટિંગની સમસ્યા જોવા મળી, આ લક્ષણો હોય તો રહો સતર્ક

Social Share

નવી દિલ્હી: કોરોના વાયરસનું સંક્રમણ જાણે કાળ બનીને આવ્યું હોય તેમ અત્યારસુધી અનેક લોકોને ભરખી ગયું છે અને કોરોના સંક્રમિત દર્દીઓમાં રિકવરી બાદ પણ નવી નવી બીમારીઓ જોવા મળી રહી છે જેમાં મ્યુકોરમાઇસિસ તેમજ હવે તો બ્રેન ક્લોટિંગ પણ જોવા મળી રહ્યા હોવાના મામલા સામે આવી રહ્યા છે. તેના સંદર્ભે નિષ્ણાતોએ કેટલાક લક્ષણોથી સાવચેત રહેવાનું સૂચન કર્યું છે.

દિલ્હીની વાત કરીએ તો ત્યાં કોરોનાનો સામનો કરી રહેલા અથવા તેનાથી રિકવર થઇ ચૂકેલા લોકોના સ્કેનમાં બ્રેનમાં ક્લોટિંગ, હાર્ટમાં ક્લોટિંગ તેમજ આંખોની રોશની જતી રહેવી એટલે કે મ્યુકોર માઇકોસિસના કેસ સામે આવી રહ્યાં છે. અહીંયા ખાસ વાત એ છે કે કોરોનાની પ્રથમ લહેરમાં આ સમસ્યા જોવા નથી મળી પરંતુ બીજી લહેરમાં આ સમસ્યા જોવા મળી છે.

નિષ્ણાતો અનુસાર કોરોના સંક્રમિત થયા બાદ હોસ્પિટલમાં દાખલ રહ્યા બાદ લોકો ઘરે આવે ત્યારે વધુ સાવચેત રહેવાની આવશ્યકતા છે. રિકવરી બાદ છાતી ભારે લાગવી, શ્વાસ લેવામાં તકલીફ થાય તો ફેફસાંનો સિટી સ્કેન, હૃદય માટે ઇકોકાર્ડિયોગ્રામ કરાવી લેવો જોઇએ. તે ઉપરાંત શરીરના એક ભાગમાં નબળાઇ કે સ્થિર જેવા લક્ષણો દેખાવા પર મગજનું MIR કરાવવું જોઇએ.

(સંકેત)