Site icon Revoi.in

અયોધ્યાના સરયુમાં સ્નાન દરમિયાન એક જ પરિવારના 12 લોકો ડૂબ્યા, બચાવ કામગીરી શરૂ

Social Share

અયોધ્યા: અયોધ્યામાં એક દર્દનાક ઘટના ઘટી હતી. ગુપ્તાર ઘાટ પર સરયુમાં સ્નાન દરમિયાન એક જ પરિવારના 12 લોકો ડૂબી ગયા. હાલમાં સ્થાનિક પોલીસ ડાઇવર્સ બચાવ કામગીરી હાથ ધરી છે. આ પરિવાર આગ્રાનો હોવાનું જણાવાઇ રહ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આગ્રાથી એક જ પરિવારના 15 લોકો અયોધ્યાની મુલાકાતે આવ્યા હતા. ગુપ્તાર ઘાટ પર અચાનક બધા સરયુમાં ડૂબી ગયા. ડૂબી ગયેલા લોકોમાં બાળકો અને મહિલાઓ પણ સામેલ છે. સ્થળ પર લોકોએ 3 લોકોને બચાવી લીધા હતા. બાકીના લોકો પ્રવાહને કારણે તણાઇ ગયા હતા. ત્યારબાદ બચાવ અને રેસ્ક્યુ કામગીરી હાથ ધરાઇ હતી.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અયોધ્યાના ગુપ્તાર ઘાટ પર 12 લોકોના ડૂબી ગયાની માહિતી પ્રાપ્ત થતાં જ વરિષ્ઠ અધિકારીઓને સ્થળ પર પહોંચી જલદીથી લોકોને બચાવવા સૂચના આપી છે. ગુપ્તાર ઘાટ પર એક વિશાળ પોલીસ મેળાવડો છે અને જરૂર પડે તો એનડીઆરએફની (NDRF) ટીમને પણ બોલાવી શકાય છે.