Site icon Revoi.in

વેક્સિનનો મિક્સ ડોઝ કોરોના સામે વધુ અસરકારક: ICMR

Social Share

નવી દિલ્હી: કોરોના વેક્સિનને લઇન એક સારા સમાચાર છે. કોવિશિલ્ડનો પહેલો ડોઝ અને કોવેક્સિનનો બીજો ડોઝ લેવાથી કોરોના સામે સારી ઇમ્યુનિટી જોવા મળી છે. ICMRના અભ્યાસમાં આ દાવો કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર વિશ્વમાં કોરોનાની મિક્સ વેક્સિન અંગે અભ્યાસ ચાલી રહ્યો છે. વેક્સિનના બે અલગ અલગ ડોઝ કોરોના સામે મજબૂત ઇમ્યુનિટી બની શકે છે એવી વૈજ્ઞાનિકોને આશા છે.

ICMRના અભ્યાસમાં જણાયું છે કે, એડિનોવાયરસ વેક્સિન પર આધારિત બે અલગ અલગ વેક્સિનનું કોમ્બિનેશન ફક્ત કોરોના સામે જ અસરકારક નથી પરંતુ વાયરસના અલગ અલગ વેરિયેન્ટની સામે પણ પ્રભાવી છે.

અભ્યાસ અનુસાર મિક્સ વેક્સિનથી ફક્ત વેક્સિનની અછત દૂર કરવામાં જ મદદ મળતી નથી પરંતુ અલગ અલગ વેક્સિન અંગે લોકોના મનમાં જે ગેરસમજ છે તે પણ દૂર થઇ શકે છે.

આ અભ્યાસમાં 98 લોકોને સામેલ કરવામાં આવ્યા તેમાંથી 40 લોકોને કોવિશિલ્ડના બન્ને ડોઝ તેમજ 40 લોકોને કોવેક્સિનના બને ડોઝ આપવામા આવ્યા હતાં. 18 ટકા લોકો હતા જેમને પહેલો ડોઝ કોવિશિલ્ડ અને બીજો ડોઝ કોવેક્સિનનો લગાડવામાં આવ્યો.

સ્ટડીમાં જણાયું કે જે લોકોને વેક્સિનના અલગ અલગ ડોઝ અપાયા હતા તેમનામાં કોરોનાના આલ્ફા, બીટા અને ડેલ્ટા વેરિયન્ટની સામે ઘણી ઈમ્યુનિટી મળી. તે ઉપરાંત એન્ટીબોડી અને ન્યૂટ્રલાઈઝીંગ એન્ટીબોડી પણ ઘણી વધારે હતી.