Site icon Revoi.in

કેન્દ્રની સુપ્રીમમાં સ્પષ્ટતા, દેશના દરેક લોકોને વર્ષના અંત સુધી વેક્સિન આપી દેવાશે

Social Share

નવી દિલ્હી: કોરોના વેક્સિનને લઇને કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં પોતાનો જવાબ રજૂ કર્યો છે. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે આ વર્ષના અંત સુધીમાં દેશના પ્રત્યેક નાગરિકને વેક્સિન આપી દેવામાં આવશે તેવો જવાબ રજૂ કર્યો હતો. કેન્દ્ર સરકારે કહ્યુ હતું કે, વર્ષાન્ત સુધીમાં 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને વેક્સિન આપવાનું કામ પૂર્ણ થઇ જશે.

વેક્સિન મામલાની સુનાવણી જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડની અધ્યક્ષતા હેઠળની ત્રણ સભ્યોની ખંડપીઠ કરી રહી છે. કેન્દ્ર સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે, ટાસ્ક ફોર્સનો રિપોર્ટ લગભગ પૂરો થઇ ચૂક્યો છે અને સ્થિતિ નિયંત્રણ હેઠળ છે. તેના પર જસ્ટિસ ભટે કહ્યું હતું કે, હું જે સમસ્યા રજૂ કરી રહ્યો છું, તે એ છે કે સમગ્ર દેશને વેક્સિન ક્યારે અપાશે. જે એક વસ્તુ જેને આપણે સંબોધિત કરવા માંગીએ છીએ એ છે કે મૂલ્ય નિર્ધારણ નીતિ. તમે રાજ્યોને એકબીજા માટે પ્રતિસ્પર્ધા માટે કહો છો.

સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે, કેટલાક રાજ્યો વધુ ચૂકવણી કરે છે અને વધુ પ્રાપ્ત કરે છે જ્યારે કેટલાક ઓછી ચૂકવણી કરે છે અને ઓછી પ્રાપ્ત કરે છે. પ્રતિસ્પર્ધા નથી. જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું કે, વેક્સિનની ખરીદી માટે વિભિન્ન નગર નિગમ વૈશ્વિક અરજીઓ જાહેર કરી રહ્યા છે, શું આ કેન્દ્રની નીતિ છે?

તેની પર સોલિસિટર જનરલ મહેતાએ કહ્યું કે, અનેક રાજ્યોએ વેક્સીન માટે ગ્લોબલ ટેન્ડર ઇશ્યૂ કર્યા છે પરંતુ વેક્સીન બનાવનારી કંપનીઓ જેમકે ફાઇઝર કે અન્યની પોતાની પોલિસી છે તે સીધી દેશ સાથે વાત કરે છે, રાજ્ય સાથે વાત નથી કરતી.

Exit mobile version