Site icon Revoi.in

શું દેશને મળશે પ્રથમ મહિલા CJI? કોલેજીયમે ભલામણ કરેલા નામ પર કેન્દ્ર સરકારની મહોર

Social Share

નવી દિલ્હી: દેશના પ્રથમ મહિલા CJI માટે કોલેજીયમે નવ નામની ભલામણ કરી હતી. તે નામ પર કેન્દ્ર સરકારે મહોર મારી છે. હવે આ નામને નિમણૂંકનું વૉરંટ આપવા માટે રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવ્યા છે. જેમાં ગુજરાતની બે જસ્ટિસના નામની ભલામણ કરવામાં આવી હતી.

કોલેજીયમે જે ભલામણ કરી હતી તેમાં ત્રણ મહિલા જજનો સમાવેશ થાય છે. આ મહિલા જજની યાદીમાં ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ બેલા ત્રિવેદનું નામ સામેલ છે. તે ઉપરાંત યાદીમાં ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથનું પણ નામ છે. યાદીમાં મહિલા જજમાં કર્ણાટક હાઇકોર્ટના બી વી નાહરથના અને તેલંગાણાના હિમા કોહલી સમાવિષ્ટ છે. વર્ષ 2027માં જસ્ટિસ બી.વી.નાગરથના ભારતના પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ બની શકે છે.

કોલેજીયમે જે 9 નામની ભલામણ કરી હતી તેમાં ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ બેલા ત્રિવેદી, ચીફ જસ્ટિસ વિક્રમનાથ ઉપરાંત કર્ણાટક હાઈકોર્ટના જસ્ટિસ બીવી નગરત્ના, તેલંગણા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ હિમા કોહલી, કર્ણાટક હાઈકોર્ટના મુખ્ય જસ્ટિસ અભય શ્રીનિવાસ ઓકા, સિક્સિમ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ જિતેન્દ્રકુમાર મહેશ્વરી, કેરળ હાઈકોર્ટના જસ્ટિસ સીટી રવિકુમાર, અને એમએમ સુંદરેશ સામેલ છે.

નોંધનીય છે કે, હાલના સમયમાં સુપ્રીમ કોર્ટમાં 24 જજ છે. નવ જજોની નિયુક્તિ બાદ પણ સુપ્રીમ કોર્ટમાં એક પદ ખાલી રહેશે. સુપ્રીમ કોર્ટના કોલેજીયમમાં CJI એનવી રમના, જસ્ટિસ ઉદય યૂ લલિત, એએમ ખાનવિલકર, ધનજંય વાય ચંદ્રચૂડ અને એલ નાગેશ્વર રાવ સામેલ હતા.

આપને જણાવી દઇએ કે, નવેમ્બર 2019માં સીજેઆઈ તરીકે જસ્ટિસ રંજન ગોગોઈની સેવાનિવૃત્તિ બાદથી કોલેજીયમે સુપ્રીમ કોર્ટમાં નિયુક્તિઓ માટે કેન્દ્ર સરકારને એક પણ ભલામણ મોકલી નહતી. 12 ઓગસ્ટના રોજ જસ્ટિસ નરીમન બહાર થયા બાદ 9 લોકોની જગ્યા ખાલી હતી.