Site icon Revoi.in

કોરોનાની સારવાર માટે ‘Colchicine’ દવા રહી શકે અસરકારક, ટ્રાયલ માટે મંજૂરી મળી

Social Share

નવી દિલ્હી: કોરોના મહામારી સામેની લડતમાં વેક્સિન ઉપરાંત અનેક દવાઓ પણ હવે કારગર સાબિત થઇ રહી છે અનેકવિધ દવાઓ પર શોધ પણ થઇ રહી છે. હવે Arthritisની સારવારમાં ઉપયોગી એવી દવા કોલ્ચીસીનને કોરોનાની સારવાર માટે અસરકારક માનવામાં આવી રહી છે.

પ્રાપ્ત જાણકારી અનુસાર કોરોનાના નવા વેરિએન્ટ B.1.617.2ની સારવારમાં કોલ્ચીસીન દવાને પ્રભાવી માનવામાં આવી રહી છે અને અભ્યાસમાં પણ એ વાત પર મહોર લગાવાઇ છે. દવાની ટ્રાયલ બાદ જાણવા મળ્યુ હતું કે તેનાથી કોરોના સંક્રમિત દર્દીઓમાં હૃદય સંબંધી બીમારીઓના જોખમને ઓછું કરી શકાય છે.

ટ્રાયલ સંબંધિત એક રિસર્ચ ન્યૂ ઈંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસિનમાં પણ પ્રકાશિત થયો હતો. હવે ICMR એ વૈજ્ઞાનિકોને આ દવા અંગે વધુ આંકડા ભેગા કરવા માંડ્યા છે. આ સાથે જ DCGI પાસેથી પ્રી ક્લિનિકલ ટ્રાયલ બાદ કોલ્ચીસીનના બીજા અને ત્રીજા ફેસના ટ્રાયલની મંજૂરી માંગી હતી તેને પણ હવે લીલી ઝંડી મળી ગઈ છે.

હાલમાં આ દવા પર અમેરિકાથી લઇને ભારતમાં પણ સંશોધન હાથ ધરાઇ રહ્યું છે. ભારતની 4 હોસ્પિટલમાં અંદાજે 300 દર્દીઓ પર આ દવાનું હ્યુમન ટ્રાયલ ચાલી રહ્યું છે.

વિશ્વના અન્ય દેશોમાં કોલ્ચીસીનને લઇને જે સંશોધનો થયા છે, તેમાં એક વાત સામે આવી છે કે આ દવા બીમારીને ગંભીર બનતા રોકી શકે છે. આ સાથે જ દર્દીઓની વેન્ટિલેટર પરની નિર્ભરતા તેમજ મૃત્યુદરને પણ ઓછો કરે છે.