Site icon Revoi.in

તો દિલ્હીમાં લાગી શકે છે સંપૂર્ણ લોકડાઉન, સીએમ કેજરીવાલે બોલાવી સમીક્ષા બેઠક

Social Share

નવી દિલ્હી: દિલ્હીમાં કેજરીવાલ સરકારે જ્યારે ત્રણ દિવસના વીકેન્ડ કર્ફ્યૂ લાદવાની જાહેરાત કરી છે ત્યારે બીજી તરફ કોરોનાના સતત વધતા કેસ વચ્ચે કેજરીવાલે આજે એક સમીક્ષા બેઠક બોલાવી છે.

દિલ્હીમાં શુક્રવારે રાતના 10 વાગ્યાથી આ વીકેન્ડ કર્ફ્યૂ લાગૂ થઇ ચૂક્યું છે. જે સોમવારે સવારે 6 વાગ્યા સુધી લાગુ થશે. વીકેન્ડ કર્ફ્યૂ આગામી દિવસોમાં પણ નવો આદેશ ન આવે ત્યાં સુધી ચાલુ રહેશે.

બીજી તરફ કોરોનાના વધતા સંક્રમણને જોતા કેજરીવાલે એક સમીક્ષા બેઠક બોલાવી છે. આ બેઠકમાં કોવિડ 19 મેનેજમેન્ટ માટે નોડલ મંત્રી મનીષ સિસોદિયા, આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન તેમજ અન્ય મહત્વપૂર્ણ અધિકારી સામેલ છે. એક એવી શક્યતા છે કે જો વીકેન્ડ કર્ફ્યૂથી કોરોનાની સ્થિતિ કાબૂમાં નહીં આવે તો લોકડાઉન લાગૂ કરી શકાય છે.

આજે દિલ્હીમાં લાગેલા વીકેન્ડ કર્ફ્યૂ પર સીએમ કેજરીવાલે કહ્યું હતું કે, કોરોનાને કારણે આજે અને કાલે દિલ્હીમાં કર્ફ્યૂ છે. કૃપા આનું પાલન કરો. આપણે બધાએ કોરોનાને મળીને હરાવવાનો છે.

દિલ્હીમાં 24 કલાકમાં 19, 486 નવા મામલા આવ્યા છે ત્યારે 141 લોકોના મોત થયા છે. કોરોનાને લીધે લાગેલા કર્ફ્યુમાં પોલીસ એક્શન મોડ પર આવી છે અને અનેક જગ્યાએ તૈનાત છે. વીકેન્ડ કર્ફ્યૂ દરમિયાન જરૂરી વસ્તુઓની સુવિધા ચાલું છે. બસ, ટેક્સી, મેટ્રો વગેરે સાર્વજનિક વાહનો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો નથી.

(સંકેત)