Site icon Revoi.in

કોરોનાના પ્રસાર અંગે કરાયો અભ્યાસ, વેન્ટિલેશન વગરના રૂમમાં હવાથી દૂર સુધી પ્રસરી શકે છે

Social Share

નવી દિલ્હી: કોરોના વાયરસના પ્રસાર પર અત્યારસુધી અનેકવાર અભ્યાસ કરવામાં આવી ચૂક્યો છે. તેમાં દાવાઓ અલગ અલગ હોય છે પરંતુ આ વાયરસના સ્વરૂપને સમજવા માટે તે ઉપયોગી સાબિત થાય છે. ભારતમાં પણ હવે CSIR દ્વારા પણ એક અભ્યાસ કરવામાં આવ્યો છે. તેમણે કોરોના હવા દ્વારા ફેલાઇ શકે કે નહીં તે અંગે એક અભ્યાસ હાથ ધર્યો હતો.

CSIR અભ્યાસ અનુસાર કોરોના હવા દ્વારા ફેલાઇ શકે છે પરંતુ જો રૂમમાં વેન્ટિલેશન સારું હોય તો આ જોખમ ઘટી શકે છે. જો રૂમોમાં વેન્ટિલેશન ના હોય તો ખતરો વધી શકે છે. કારણ કે, ત્યાં કોરોના હવા દ્વારા વધુ દૂર સુધી ટ્રાવેલ કરી શકે છે.

ખાસ કરીને નેચરલ એનવાયરમેન્ટ કન્ડિશનમાં કોરોના વાયરસ દૂર સુધી ફેલાતો નથી. તેમાં પણ જો દર્દીઓમાં કોઇ લક્ષણો ના હોય તો આ જોખમનું પ્રમાણ વધુ ઘટે છે. જો કે અભ્યાસમાં કોરોનાના ઇન્ડોર ટ્રાન્સમિશન પર સૌથી વધારે ભાર આપવામાં આવ્યો છે. કોરોના બંધ રૂમમાં હવા દ્વારા ફેલાઇ શકે છે કે નહીં તે જાણવા પ્રયાસ કરવામાં આવ્યો છે.

જો રૂમમાં બારીઓ ખોલી દેવામાં આવે તો કોરોના ટ્રાન્સમિશન ઘટાડી શકાય. ફક્ત વેન્ટિલેશન પર ધ્યાન આપવાથી જ જોખમ અડધુ થઇ શકે છે.

સ્ટડીમાં બીજું પાસું એ છે કે, બંધ રૂમમાં કોરોના ફેલાવાનું જોખમ ક્યારે વધી શકે છે. અભ્યાસ પ્રમાણે જો બંધ રૂમમાં કોવિડના દર્દીઓની સંખ્યા વધારે હોય તો હવા દ્વારા બીજી વ્યક્તિ સંક્રમિત થઈ શકે છે. હકીકતે CSIR દ્વારા કોવિડ અને બિનકોવિડ, આઈસીયુ અને નોન આઈસીયુ રૂમની હવાના સેમ્પલનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ બંધ રૂમમાં ઉપસ્થિત કોવિડના દર્દીઓ પર તેનો પ્રયોગ થયો હતો.

અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે, જો બંધ રૂમમાં કોવિડ પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધારે હોય તો હવા દ્વારા બીજા સુધી સંક્રમણ પહોંચવાની શક્યતા વધુ રહે છે.

Exit mobile version