Site icon Revoi.in

કોરોના વેક્સિનનો સ્લોટ બૂક કરાવવા એકધારા લોગઇન ના કરશો, બાકી કોવિન તમને બ્લોક કરી દેશે

Social Share

નવી દિલ્હી: વેક્સિન લેવા માટે સરકારની કોવિન એપ પર રજીસ્ટ્રેશન કરાવવું અનિવાર્ય છે. પરંતુ મોટા ભાગે થતું એવું હોય છે કે જ્યારે પણ આપણે કોવિન એપ પર સ્લોટ બૂક કરાવવા માટે કોવિન એપ ઑપન કરીએ ત્યારે મોટા ભાગે સ્લોટ ખુલતા જ ફૂલ થઇ જતા હોય છે અને સ્લોટ જ નથી મળતા. તેવામાં ઘણા લોકો સ્લોટ બૂક કરાવવા માટે વારંવાર સર્ચ અને ઓટીપી જનરેટ કરતા હોય છે. હવે આ વસ્તુને ધ્યાનમાં રાખીને પોર્ટલ મેનેજમેન્ટ ટીમ દ્વારા એક મહત્વનો નિર્ણય કરાયો છે.

નવા નિયમો અનુસાર જે યૂઝર્સ હવે 24 કલાકમાં 1000 વખત પોતાના જીલ્લા કે વિસ્તારમાં સ્લોટ અવેલિબિલિટી સર્ચ કરશે અથવા 50 જેટલા ઓટીપી જનરેટ કરશે તેમને કોવિન ટીમ દ્વારા બ્લોક કરી દેવામાં આવશે. આવા યૂઝર્સને 24 કલાક માટે બ્લોક કરી દેવામાં આવશે તેવું કોવિન પોર્ટલ મેનેજમેન્ટની ટીમે જણાવ્યું હતું.

તે ઉપરાંત અન્ય એક એવો પણ નિયમ કરવામાં આવ્યો છે કે જો કોઇ યૂઝર્સ 15 જ મિનિટમાં 20 વખત સ્લોટ બૂકિંગ માટે સર્ચ રિકવેસ્ટ નાંખશે તેને પણ સિસ્ટમ ઑટોમેટિક લોગ આઉટ કરી દેશે. આ ફેરફાર લોકોને બોટ્સ અને સ્ક્રિપ્ટના ઉપયોગથી ઑટોમેટિક સ્લોટ બુકિંગ કરતા અટકાવવા માટે કરવામાં આવી રહ્યા છે. આ એ માટે કરાઇ રહ્યું છે કે કેટલાક ગઠીયાઓ બોટનો ઉપયોગ કરવાથી બચે અને જે સામાન્ય લોકો મેન્યુઅલી સ્લોટ બુકિંગ કરી રહ્યા છે તેમને કોઇ અન્યાય ના થાય.

આપને જણાવી દઇએ કે દર વખતે સ્લોટ સર્ચ માટે ઓટીપીની જરૂરિયાત નથી. પોર્ટલ પરથી કોઇ પણ વ્યક્તિ લોગ ઇન થયા વગર પણ કેટલાક સ્લોટ ક્યાં અવેલેબલ છે તેની માહિતી પબ્લિક સર્ચ પરથી જોઇ શકે છે. જેથી યૂઝર્સને લોગ ઇન થયા પછી થોડા જ સમયમાં 1 અથવા 2 પીનકોડ કે પછી 1 જીલ્લામાં 20થી વધુ વખત અવેલેબલ સ્લોટ માટે સર્ચ કરવાની જરૂર રહેતી નથી.