Site icon Revoi.in

PM મોદીને મારી નાખવાની ધમકી આપનારા શખ્સની દિલ્હી પોલીસે કરી અટકાયત

Social Share

નવી દિલ્હી: પીએમ મોદીને એક શખ્સે મારી નાખવાની ધમકી આપી હતી. હવે દિલ્હી પોલીસે આ શખ્સની ધરપકડ કરી લીધી છે. એવું કહેવાય છે કે ગત રાત્રે સલમાન નામના એક શખ્સે પોલીસને ફોન કરીને પીએમ મોદીને મારી નાખવાની ધમકી આપી હતી.

દિલ્હીના ખજૂરી પોલીસ મથકની પોલીસે 22 વર્ષના આરોપીની ધરપકડ કરી લીધી છે. દિલ્હી પોલીસના વરિષ્ઠ અધિકારીઓ હાલમાં તેની પૂછપરછ કરી રહ્યાં છે. પોલીસને પ્રાથમિક પૂછપરછમાં માલૂમ પડ્યું છે કે આ આરોપી વિરુદ્વ અનેક કેસ થયેલા છે અને હાલ તે જામીન પર બહાર છે. આરોપીએ પ્રાથમિક પૂછપરછમાં જણાવ્યું છે કે તે જેલ જવા માટે ફોન કર્યો હતો.

નોંધનીય છે કે, ગત વર્ષ નવેમ્બરમાં પણ એક વ્યક્તિએ દિલ્હી પોલીસને ફોન કરીને પીએમ નરેન્દ્ર મોદીને મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ પોલીસે આરોપીની દિલ્હીથી ધરપકડ કરી હતી. જ્યારે પોલીસે તે વ્યક્તિને પકડ્યો તો ખબર પડી કે તે વ્યક્તિ દારૂના નશામાં હતો.