Site icon Revoi.in

મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખની મુશ્કેલી વધી, EDએ તેમના ઘરે પાડ્યા દરોડા

Social Share

નવી દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખના નાગપુર સ્થિત નિવાસસ્થાને રેડ પાડી છે. સૂત્રો અનુસાર ઇડીએ શુક્રવારે સવારે દેશમુખના ઘરે સર્ચ ઑપરેશન હાથ ધર્યું હતું. આપને જણાવી દઇએ કે ઇડીએ દેશમુખની વિરુદ્વ આ વર્ષે મે મહિનામાં મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યો હતો.

આ વર્ષે મુંબઇના પૂર્વ પોલીસ આયુક્ત પરમવીર સિંહે પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવતો એક પત્ર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરેને લખ્યો હતો. મુંબઇના પોલીસ આયુક્ત પદથી હટાવીને રાજ્ય હોમ ગાર્ડ્સને મહાનિર્દેશક નિયુક્ત કર્યા બાદ સિંહે મુખ્યમંત્રીને આ પત્ર લખ્યા હતા.

સિંહે લખેલા પત્રમાં આરોપ લગાવ્યો હતો કે, રાકાંપાના નેતા દેશમુખે કેટલાક પોલીસ અધિકારીઓને મુંબઇના બાર અને રેસ્ટોરન્ટમાંથી 100 કરોડ પ્રત્યેક મહિને ભેગા કરવાનું લક્ષ્ય આપ્યું હતું. બીજી તરફ દેશમુખે પોતાની વિરુદ્વ લાગેલા આ આરોપોને ફગાવી દીધા હતા. જ્યારે CBIને ભ્રષ્ટાચારના આરોપમાં તેમના વિરુદ્વ તપાસ કરવાના આદેશ અપાયા ત્યારે દેશમુખે રાજીનામું હાથ ધરી દીધું હતું.