Site icon Revoi.in

ખેડૂત આંદોલનની અસર, પંજાબ-હરિયાણામાં જીઓએ ગ્રાહકો ગુમાવ્યા

Social Share

નવી દિલ્હી: ખેડૂત આંદોલનને કારણે જીયોને નુકસાન વેઠવું પડ્યું છે. ખેડૂત આંદોલનને કારણે પંજાબ અને હરિયાણામાં રિલાયન્સ જીઓને નુકસાન થયું છે. રિલાયન્સ જીઓના ગ્રાહકોમાં ઘટાડો થયો છે અને તેનો ફાયદો વોડાફોન તેમજ એરટેલને મળ્યો છે. નવેમ્બર મહિનામાં જીઓના હરિયાણામાં 94.48 લાખ ગ્રાહકો હતા. જે ડિસેમ્બરમાં ઘટીને 89.07 લાખ થયા છે.

પ્રાપ્ત અહેવાલ અનુસાર, પંજાબમાં જીઓના 1.40 કરોડ ગ્રાહકો હતા અને આ સંખ્યા ડિસેમ્બરમાં ઘટીને 1.24 કરોડ થઇ છે. જ્યારે વોડાફોનના 86.42 લાખ ગ્રાહકો વધીને 87.11 લાખ થયા છે. એરટેલના 1.05 કરોડ ગ્રાહકો હતા જે વધીને 1.06 કરોડ થઇ ચૂક્યા છે. સરકારી કંપની BSNLના ગ્રાહકોમાં પણ ડિસેમ્બર મહિનામાં વધારો નોંધાયો છે.

મહત્વનું છે કે, ખેડૂતો સતત આરોપ મુકી રહ્યા છે કે, મોદી સરકારે મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીને ફાયદો કરાવવા માટે નવા કાયદા લાગુ કર્યા છે.ખેડૂત યુનિયનનો આરોપ છે કે રિલાયન્સ હરિયાણા અને પંજાબમાં જમીન ખરીદી રહી છે .જેના પર તે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ અને ખાનગી બજારો ઉભા કરવા માંગે છે. આંદોલન દરમિયાન પંજાબમાં રિલાયન્સ જીઓના ટાવરના ઈલેક્ટ્રિક કનેક્શનો કાપી નાંખવાની ઘટનાઓ પણ બની હતી.

(સંકેત)