Site icon Revoi.in

હિમંત બિસ્વાએ આસામના મુખ્યપ્રધાન તરીકેના શપથ ગ્રહણ કર્યા, PM મોદીએ પાઠવી શુભેચ્છા

Social Share

નવી દિલ્હી: આસામના 15મા મુખ્યમંત્રી તરીકે બીજેપી નેતા હિમંત બિસ્વા શર્માએ શપથ ગ્રહણ કર્યા હતા. રાજ્યપાલ જગદીશ મુખીએ સરમાને મુખ્યપ્રધાન પદ તરીકે શપથ ગ્રહણ કરાવ્યા હતા. સરમાની સાથોસાથ કેબિનેટ મંડળના 13 મંત્રીઓએ પણ શપથ ગ્રહણ કર્યા હતા.

શપથગ્રહણ સમારોહ દરમિયાન બીજેપી ચીફ જેપી નડ્ડા, મેઘાલયના મુખ્યપ્રધાન કોનરાડ સંગમા, મણિપુરના મુખ્યપ્રધાન એન. બીરેન સિંહ અને નાગાલેન્ડના મુખ્યપ્રધાન નીફિઉ રિયો પણ ઉપસ્થિત રહ્યા હતા.

હિંમત બિસ્વાની સાથોસાથ કેબિનેટના અન્ય 13 મંત્રીઓએ શપથ ગ્રહણ કર્યા હતા જેમાં અતુલ બોરા, પરિમલ શુક્લ બૈદ્ય, જોગન મોહન, પીજૂષ હજારિકા, સંજય કિશન, બિમલ બોરા, અશોક સિંઘલ, યૂજી બ્રહ્મા, ચંદ્ર મોહવ, રોનૂજ પેગૂ, કેશબ મહંત તેમજ અજંતા નેગે શપથ ગ્રહણ કર્યા હતા.

પીએમ મોદીએ પણ સરમાના શપથ ગ્રહણ પર શુભેચ્છાઓ પાઠવતા કહ્યું હતું કે, હિમંત બિસ્વાજી અને આજે શપથ ગ્રહણ કરનારા અન્ય મંત્રીઓને શુભકામનાઓ. મને વિશ્વાસ છે કે આ ટીમ આસામની વિકાસ યાત્રાને ગતિ આપશે અને લોકોની આકાંક્ષાઓને પરિપૂર્ણ કરશે.

(સંકેત)