Site icon Revoi.in

ભારતની સમસ્યાઓના નિરાકરણ માટે હિંદુ સમાજ સંગઠિત થાય તે આવશ્યક: ડૉ. મોહન ભાગવત

Social Share

નવી દિલ્હી: ઉદેપુરમાં એક કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડૉ. મોહન ભાગવતે કહ્યું હતું કે, જ્યાં જ્યાં અલગ અલગ કારણોસર હિંદુઓની વસ્તી ઓછી થઇ છે ત્યાં સમસ્યાઓનું સર્જન થયું છે.

RSSના સરસંઘચાલક ડૉ. મોહન ભાગવતે કહ્યું હતું કે, હિંદુ રાષ્ટ્રથી જ વિશ્વનું કલ્યાણ થશે. કોરાના કાળમાં સંઘના સ્વયંસેવકો જે રીતે નિસ્વાર્થ ભાવથી લોકોને સેવા કરી છે તે સાચુ હિંદુત્વ છે. ભારતની સમસ્યાઓના સમાધાન માટે હિંદુ સમાજ સંગઠિત થાય તે જરૂરી છે. આપણે બધા ભારત માતાના સંતાનો છે અને હિંદુ એટલે કે સનાતન સંસ્કૃતિને માનનારા લોકો છે. સનાતન સંસ્કૃતિના સંસ્કાર વિશ્વનું કલ્યાણ કરી શકે છે. શાંતિ અને સત્ય હિંદુઓની વિચારધારા છે.

ભાગવતે વધુમાં ઉમેર્યું હતું કે, સંઘના સ્થાપક ડૉ. હેડગેવારે અનુભવ કર્યો હતો કે, ભારતની જે વિવિધતા છે તેમાં એકતાનો ભાવ રહેલો છે. યુગોથી આ પુણ્ય ભૂમિ પર રહેનારા પૂર્વજોના આપણે વશંજ છે અને આપણા બધા હિંદુ છે. આ પ્રકારની ભાવના હિંદુત્વ છે. ડૉ. હેડગેવારે પોતાના વ્યક્તિગત સ્વર્થાને નેવે મૂકીને દેશ માટે કામ કરવાનો રસ્તો પસંદ કર્યો હતો.

વિશ્વ બંધુત્વ પર તેઓએ કહ્યું કે, સંઘ વિશ્વ બંધુત્વની ભાવના સાથે કામ કરે છે. સંઘ માટે આખુ વિશ્વ પોતાનું છે. સંઘને નામ કમાવવાની લાલસા નથી. ક્રેડિટ અને લોકપ્રિયતાની જરૂર નથી. 80ના દાયકા સુધી હિંદુ શબ્દથી પણ બધાને છોછ રહેતો હતો. આવી સ્થિતિમાં પણ સંઘે ખૂબ જ કામ કર્યું છે.